________________
સિકંદરે કહ્યું: સમ્રાટની આજ્ઞા છે, આપે જવું જ પડશે. સંતે કહ્યું કે કદી નહિ જઈશ. સિકંદર ઃ નહિ જવાનું પરિણામ શું આવશે, આપ જાણે છે? સંત ? નથી જાણતા.
સિકંદર ઃ આજ્ઞાનું પાલન ન કરશે તે મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. મસ્તક અને ધડ અલગ-અલગ થઈ જશે.
સંત : એની મને કઈ પરવાહ નથી. મતથી હું નથી ડરતે. મારી પિતાની સ્વતંત્રતા છે. મારે નિશ્ચય છે કે હું ભારતને છોડી કદી નહિ જઈશ.
સમ્રાટે મહાત્માની વાત સાંભળી, દઢ નિશ્ચય આગળ તે ઝૂકી ગયો. સમ્રાટની અંતિમ શક્તિ છે કેઈને મારી નાખવો. એનાથી આગળ તે કશું નથી કરી શકતા. જે વ્યક્તિ મરવા માટે તૈયાર છે ત્યાં સમ્રાટ બિચારે શું કરી શકે ? વિશ્વવિજયી સમ્રાટ સિકંદર એક ફકીર આગળ હારી ગયો, પરાજિત થઈ ગયો. તે હારેલો તે હતા જ. વિજયનું બધું જ શ્રેય ભયને મળે છે. જે આપણી દુનિયામાં ભય ન હોય તો કોઈ કોઈને છતી નથી શકતે. ભય મુખ્ય છે, એક છે ડરાવનાર અને બીજે છેડરનાર. ડરાવનાર જીતી જાય છે, ડરનાર હારી જાય છે. જે મનમાંથી ભય સમાપ્ત થઈ જાય તો કઈ શક્તિ નથી, કેઈ સત્તા મળી તેને પરાજિત કરી શકે.
સમ્રાટ સિકંદર એક અપરાધીની જેમ મહાત્મા સમક્ષ ઊભો છે. તે મૌન છે. ડી ક્ષણે પછી તેણે વિનંતીના સ્વરમાં કહ્યું ! : મહાત્મન ! શું હું આપની બીજી કોઈ સેવા કરી શકું છું? આપ મારી સાથે ન આવો પરંતુ બીજી કઈ સેવાને અવસર મને આપે.
સંત બોલ્યા : કઈ સેવા નથી, હું ખુલ્લા તડકાનું સેવન કરવા ઈચ્છું છું. તમે તેને રોકી રહ્યા છે. જરા હટી જાઓ, તડકે આવવા દે. જે સૂર્ય પ્રકાશ, સૂર્યને તાપ મારા શરીરને પવિત્ર બનાવી રહ્યો છે, તમે વચ્ચે ઊભા રહીને તેના આગમનમાં વિનરૂપ બની ગયા. બસ, મારી સેવા એ જ હશે કે તમે અહીંથી ચાલ્યા જાઓ, હટી જાઓ.
આ છે વ્રતની શક્તિ. આ છે સંકલ્પશકિતને વિકાસ જે વ્યક્તિમાં સંકલ્પશક્તિને વિકાસ થઈ જાય છે તેને કોઈ પરાજિત નથી કરી શક્ત. તે સર્વથા અજેય બની જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org