________________
વ્રતનું ઘણું મોટું મહત્ત્વ છે. લાકાએ વ્રતને રૂઢિ માની લીધી છે. વ્રત રૂઢિ નથી, આ જીવનના પ્રયાગ છે. વ્યક્તિએ એ વ્રત લીધું કે આજે હું મીઠું નહિ ખાઈશ કે ખાંડ નહિ ખાઈશ. એ રૂઢિ કેવી રીતે હેાઈ શકે? આ તા પ્રયાગ છે. વ્યક્તિ જાણવા ઇચ્છે છે કે મીઠું ન ખાવાનું શું પરિણામ આવે છે? ખાંડ ન ખાવાનું પરિણામ શું આવે છે? આપણી પાસે હજી સુધી એટલું સવેદનશીલ ઉપકરણુ નથી જે એના લેખા-જોખા પ્રસ્તુત કરી શકે. આપણી પાસે તે વૈજ્ઞાનિક ઉપકરણ નથી જેનાથી પ્રત્યક્ષતઃ અનુમાપન કરી શકાય કે આજે મીઠું કે ખાંડ ન ખાવાથી શરીરની રકત પ્રક્રિયામાં શું પરિણામ આવ્યું? શરીર પર તેને કેવા પ્રભાવ પડ્યો ? વૈજ્ઞાનિકાએ પ્રયાગ કરીને પરિણામ જાણ્યું છે.
ઉંદરાના બે વર્ગ મનાવ્યા. એક વર્ગને મીઠું આપવામાં આવ્યુ અને ખીન્ન વર્ગને મીઠું આપવામાં નહિ આવ્યું. પરિણામ એ આવ્યું કે જે ઉંદરાને મીઠું ખવડાવવમાં આવ્યું. તેમનું લેાહીનું દબાણુ વધી ગયુ. અને તેઓ જલદી મરી ગયા, જે ઉંદરાને મીઠું નહિ ખવડાવ્યું હતું તેમનું લે! હીનું દબાણુ સ ંતુલિત રહ્યું અને તેએ લાંબા સમય સુધી
જીવતા રહ્યા.
આજે પાષણશાસ્ત્ર અને ભેાજનશાસ્ત્ર મુજબ એ પ્રમાણિત થાય છે કે સાડિયમને જેટલે પ્રયાગ થાય છે તેટલુ જ પોટેશિયમ આછુ થવા લાગે છે. પોટેશિયમ ઓછુ થવાતા અર્થ છે—જીવનની શક્તિ આછી થવા લાગવી. આપણી જીવનની શક્તિ માટે, કાશિકા માટે પોટેશિયમની માત્રા હાવી ખૂબ જરૂરી હેાય છે અને પોટેશિયમ આ મીઠાને કારણે વધારે વહી જાય છે.
જો આપણી પાસે આ બધાં ઉપકરણ હાય તા પ્રત્યેક વાત ને પ્રમાણિત કરી શકાય છે.
વ્રત ઘણુ મેાટુ. આલંબન છે આપણે તેનું આછુ.. મૂલ્યાંકન ન કરીએ. રૂઢિને છેડી દઈએ. હું રૂઢિનું સમર્થન નથી કરી રહ્યો. આપણે માયેાગિક દૃષ્ટિએ વ્રતનું મૂલ્યાંકન કરીએ. આપણે એ સમજીએ કે જેટલાં વ્રત છે ત બધાં પ્રાયોગિક છે. એકાદશીનું વ્રત ચાલ્યું હતું; ધણું પ્રાયોગિક હતું. અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાસનું વ્રત ચાલ્યું હતું, બહુ પ્રાયેાગિક હતું. જૈન શ્રાવકા પૂર્ણિમા, ચતુર્દશી, અમાસ વગેરે પર્વના દિવસે મેલા કરતા. બે દિવસના ઉપવાસ કરતા. એ દિવસ ધ્યાનમાં
Jain Educationa International
૯૧
For Personal and Private Use Only
www.jainelibrary.org