________________
વીતાવતા. શા માટે વિતાવતા, એની વૈજ્ઞાનિક વ્યાખ્યા તે વખતે જ્ઞાત ન હતી. આજે એની વૈજ્ઞાનિક વ્યાખ્યા ખૂબ સ્પષ્ટ થઈ ચૂકી છે. ચૌદસ અને પૂર્ણિમા તથા ચૌદસ અને અમાસ—આ ચાર દિવસ માનસિક દષ્ટિએ ખૂબ ખતરનાક હોય છે. આપણા શરીરમાં એંસી ટકા પાણી હોય છે. જેમ ચન્દ્રમાં સમુદ્રના પાણીને પ્રભાવિત કરે છે, તેમાં ભરતીઓટ આવે છે, તેવી જ રીતે પાણીના ભાગની અધિકતાના કારણે ચંદ્રમા આપણા મનને પણ પ્રભાવિત કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચંદ્રમાનો સંબંધ મનથી અને મનનો સંબંધ ચન્દ્રમાં સાથે છે. ચન્દ્રમાં સમુદ્રના પાણીને પણ પ્રભાવિત કરે છે અને આપણું શરીરમાં થતા પાણીના અંશ અને મનને પણ પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકે, સર્વેક્ષણ કરીને એ નિર્ણય પર પહોંચ્યા છે કે જેટલા અપરાધ આ દિવસોમાં થાય છે, તેટલા અન્ય દિવસોમાં નથી થતા. તેથી ચૌદસ અને પૂણિમા તથા ચૌદસ અને અમાસ—આ દિવસો ધ્યાનમાં, સ્વાધ્યાયમાં અને તપમાં વીતાવવા જોઈએ. આ પરંપરા ચાલુ થઈ ગઈ. આજે આ તથ્યને વિસ્તૃત કરીને એને રૂઢિ માની લેવામાં આવી. આજે ઘણું લેકે પૂછે છે, ચૌદસે ઉપવાસ કરવામાં આવે છે, બિચારી તેરસે શું બગાડયું ? અષ્ટમીએ અમુક વસ્તુ ન ખવાય, આયંબિલ કરવામાં આવે, તે બિચારી સપ્તમીએ શું બગાડયું? અજબ પ્રશ્ન છે.
જ્યારે જ્યારે અર્થની વિસ્મૃતિ થાય છે ત્યારે ત્યારે અનેક પ્રકારના પ્રશ્ન કે તર્ક ઉત્પન્ન થાય છે. આજના વૈજ્ઞાનિક યુગ હજારો વિસ્મૃત અર્થોને વૈજ્ઞાનિક પ્રયોગ અને પરીક્ષણ દ્વારા સિદ્ધ કરી રહ્યો છે તે બધાની સાર્થકતા અને અર્થવત્તાને તે પ્રમાણિત કરી રહ્યો છે.
- પાંચમું આલંબન છે–સ્વાધ્યાય. જયાચાયે પિતાના ગ્રંથ ચોવીસીમાં જિનવાણી પર ઘણે ભાર મૂક્યો છેઆપશ્રીએ લખ્યું છેઃ પ્રભુ ! આપની ઉપશમ રસથી પરિપૂર્ણ વાણી સાંભળવા માત્રથી જ મનુષ્યનું દિલ બદલાઈ જાય છે.
છઠું આલંબન છે–ધ્યાન. આ નિર્મળ ચૈતન્ય, નિર્મળ ચેતનાના અનુભવને માર્ગ છે.
આ બધાં શુદ્ધ આલંબન છે. એના સહારે વ્યકિત પરમ આત્મા સુધી પહોંચી જાય છે. જે આલંબન ન હોય તો નિરાલંબ સુધી પહોંચી નથી શકાતું. પરમ આત્મા નિરાલંબ છે. પ્રાચીન આચાર્યોએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org