________________
પ્રત્યેક સમસ્યાના ઉકેલ માટે આલ બન પ્રસ્તુત કર્યા. આગળ વધવા માટે સહારે જોઈએ છે. કહેવાય છે-નિરાતની 7 મતે, gfreતા વનિતા
તા: ' ત્રણ વસ્તુઓ નિરાલંબ થઈને શોભતી નથી–પંડિત, સ્ત્રી અને લતા.
પંડિત નિરાલંબ થઈને જીવનયાપન નથી કરી શકતો, પંડિત કમાઈ નથી શકતો. જે તે કમાવા લાગી જાય તો વિદ્યાનું અધ્યયન નથી કરી શકતો. વિદ્યાનું અધ્યયન ચાલુ રાખે તો કમાવામાં સમય નથી આપી શકતો. તેનું પેટ ખાલી રહેશે. આ મુશ્કેલીને ઉકેલ રાજાઓએ આણ્યો. તેમણે પંડિતને રાજ્યાશ્રય આપીને જીવન યાપનનું એક પુષ્ટ આલંબન પ્રસ્તુત કર્યું. આ આલંબનને લીધે પંડિતોએ વિદ્યાઓને પૂરત વિકાસ કર્યો.
સ્ત્રી દુર્બળ હોય છે. તેને આલંબનની ખૂબ જ અપેક્ષા હોય છે. આલંબન વગર તે જીવી નથી શકતી. પ્રાચીનકાળની અર્થશાસ્ત્રીય વ્યવસ્થામાં સ્ત્રીઓને અર્થોપાર્જન કરવાનો અધિકાર ન હતો. તેનું ભરણ પિષણ બીજા પર નિર્ભર રહેતું હોય છે. બીજી વાત છે. સ્ત્રીઓ ભીર હોય છે. તેમને ખતરો પણ વધારે હોય છે. પુરુષને તેટલે ખતરો નથી હેત એટલે સ્ત્રીને હોય છે. તેને સહારાની અત્યંત આવશ્યકતા હોય છે.
લતા જાતે ઉપર નથી જઈ શકતી. તેને સહારે જોઈએ. સહારે મળતાં જ તે ઉપર ચઢી જાય છે.
આપણી ચેતનાને પણ ઊર્ધ્વરેહણ કરવા માટે આલંબન અપેક્ષિત હોય છે. સંયમ, તપ વગેરે આલંબન છે. તેનો સહારો લઈને ચેતનાને પ્રવાહ ઉદર્વગામી થઈ જાય છે.
જયાચાર્યો આલંબનની ખૂબ જ સરસ ચર્ચા પ્રસ્તુત કરી છે. જે સ્થિતિમાં જે આલંબનની આવશ્યકતા હોય છે, તેની ચર્ચા તેમણે કરી છે. ચોવીસ સ્તવમાં યત્રતત્ર અનેક આલંબન ચર્ચિત થયા છે.
એક પ્રસંગ છે. મંત્રી મુનિ મગનલાલજી સહારો લીધા વગર જ બેસતા હતા. ઘડપણ હતું, તોપણ તેઓ ટેકે નહિ લેતા. એકવાર આચાર્યશ્રીએ કહ્યું : આપના શરીરમાં તકલીફ છે. આપ ભીંતનો સહારો લેતા રહો. તેમણે તરત જ કહ્યું : એક આપને સહારો લીધો છે પછી બીજા સહારાની શી આવશ્યકતા છે? એક સહારે જ પૂરત છે. હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org