________________
બાજુમાં જ બેઠા હતા. મેં સાંભળ્યું અને તેમના સહજ ઉત્તરથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયે.
આલંબન અનેક છે. જે વ્યક્તિ એક મોટું આલંબન લઈ લે છે તે નાનાં-નાનાં સેંકડો આલંબન જાતે જ આવવા લાગે છે. સૈાથી મોટું આલંબન છે–વીતરાગ-ભાવને અનુભવ, શુદ્ધ ચૈતન્યને અનુભવ. જ્યારે આપણે પ્રેક્ષા-ધ્યાનની પદ્ધતિના માધ્યમ વડે શરીરના કણ કણમાં ચૈતન્યને અનુભવ કરવા લાગીએ છીએ; પ્રત્યેક કેશિકામાં ચૈતન્યને અનુભવ થવા લાગે છે ત્યારે સમગ્ર પ્રાણુધારા ચેતનાની દિશામાં પ્રવાહિત થવા લાગી જાય છે. તે સમયે આપણું શરીરનાં બધાં રસાયણો, શરીરને વિદ્યુતપ્રવાહ-એ બધા ચેતન્યની, અનુભવની દિશામાં વ્યાપ્ત થઈ જાય છે. સંલગ્ન થઈ જાય છે. તે વખતે આપણને અનુપમ અનુભવ પ્રાપ્ત થાય છે. એવી સ્થિતિમાં આહાર-સંયમ, ઇન્દ્રિય-સંયમ વગેરે સ્વયં ઘટિત થાય છે. તપ, શીલ, સ્વાધ્યાય, અને ધ્યાન–આ બધી ઘટનાઓ સહજ ભાવથી ઘટિત થવા લાગી જાય છે.
આપણી સાધનાનું આદિબિન્દુ છે ચેતન્યને અનુભવ અને ચરમબિંદુ છે ચેતન્ય અનુભવ. આપણું સંપૂર્ણ યાત્રા ચૈતન્યના અનુભવની યાત્રા છે. આ યાત્રાનો પ્રારંભ આપણે ચૈતન્યના અનુભવથી કરીએ અને યાત્રાની સંપૂર્ણતા પણ ચૈતન્યના અનુભવની સાથે જ કરીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org