________________
જ્યારે કેાઈ સાધારણુ આત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે તે તેવો જ બની જાય છે જેવું વાતાવરણ હોય છે. જેવી પ્રકંપન હોય છે તેવી જ પરિણતિ થઈ જાય છે.
જ્યારે સાધના પ્રજ્ઞા-પ્રદીપનું સાનિધ્ય હોય છે ત્યારે એક પ્રકારનું વાતાવરણ નિર્મિત થાય છે. જ્યારે નાઈટ ક્લબની સંનિધિ હોય છે ત્યારે બીજા પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય છે. પહેલા વાતાવરણમાં ભિન્ન પ્રકારનાં પ્રકંપન થાય છે અને બીજા વાતાવરણમાં ભિન્ન પ્રકારનાં પ્રકંપન થાય છે. પ્રકંપનેનો પ્રભાવ હોય છે, જ્યારે ઉદાત્ત ભાવનાથી પરિપૂર્ણ વ્યક્તિ પાસે બેસીએ છીએ તો નો ઉલ્લાસ મનમાં જગે છે અને જે કઈ ચુગલીખેરને (ચાડિયા) સાનિધ્યમાં તે અકારણે જ મનમાં ઉદાસી છવાઈ જાય છે. સાન્નિધ્યને ઘણો ફરક હોય છે.
જપનો અર્થ માત્ર શબ્દનું ઉચ્ચારણ માત્ર નથી. જપને અર્થ થાય છે–શબ્દના ઉચ્ચારણના માધ્યમથી કોઈ પરમ શક્તિની સનિધિ પ્રાપ્ત કરી લેવી.
ચેથું આલંબન છે– શીલ. વ્રતનું ઓછું મૂલ્ય નથી. લેકે વ્રતોનાં મૂલ્યોને નથી જાણતા. જે સંકટ અને આપત્તિઓ મેટાં-મોટાં સાધનોથી ટળતાં નથી તે ક્તની આરાધનાથી દૂર થાય છે. વ્રત છે– સંકલ્પની શક્તિના વિકાસ. જ્યારે મનુષ્યનું નિશ્ચયબળ દૃઢ હોય છે, સંક૯૫ની શક્તિ જાગી જાય છે ત્યારે બીજી બધી શક્તિઓ તેની સમક્ષ નિરસ્ત થઈ જાય છે. સંકલ્પ શક્તિને સહારે વ્યક્તિ પૂર્ણ નિર્ભય અને નિશ્ચિત થઈ જાય છે. તેને પ્રેતનું નડતર કે અન્ય પ્રાકૃતિક મુશ્કેલીઓ નથી સતાવતી. જેનામાં વ્રતની શક્તિ છે તે અજેય છે. કઈ પણ એને પરાજિત નથી કરી શકતું. કોઈ પણ તેને ડરાવી નથી શકતું.
સિકંદર ભારતથી પોતાના દેશ પાછો ફરી રહ્યો હતો. તેના મનમાં એક આકાંક્ષા બાકી રહી ગઈ. તે ઈચ્છતો હતો કે ભારતીય મહાત્માઓને પિતાને દેશ લઈ જાઉં. તે એક મહાતમા પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો : મારા દેશમાં ચાલે. ત્યાં આપને બધી સુવિધાઓ આપીશ. સંતે કહ્યું : હું નહિ જઈશ.
સિકંદરે કહ્યું? મહાત્મના સમ્રાટ સિકંદર સ્વયં આપને લેવા આવ્યો છે. આપ ચાલે. - સંતે કહ્યું કે મારે શી લેવાદેવા છે સમ્રાટ સિકંદર જડે. હું નહિ જઈશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org