________________
ઈબ્રાહીમ ખવાસ ઘણા મોટા સંત હતા. તેઓ તેમના શિષ્ય સાથે યાત્રા કરી રહ્યા હતા. એક જંગલ આવ્યું છેડે દૂર જઈને બને એક સઘન વૃક્ષની નીચે આરામ કરવા બેસી ગયા. સંત ધ્યાનસ્થ થઈ ગયા. શિષ્ય પાસે બેસી ગયો. થોડા સમય પછી એક વાઘ તે જ વૃક્ષની તરફ આવતો દેખાયે, શિષ્ય વિચાર્યું ઃ વાઘ બનેને મારી નાંખશે. ગુરુજી ધ્યાનમાં બેઠા છે, આંખ બંધ છે, તેમણે વાઘને નથી જોયો! શા માટે મરું? મારો બચાવ કરી લઉં. તે તે જ વૃક્ષ પર ચઢી ગયો અને સૌથી ઊંચી ડાળી પર બેસી ગયો. એટલામાં જ વાધ ત્યાં આવી પહોંચે. તેણે સંતની ચારે તરફ ચક્કર લગાવ્યું, સુંબું અને ચાલ્યો ગયો. વાઘને જોતાં જ શિષ્યનું સમગ્ર શરીર કંપી ઊઠયું. તેને કણ કણ ભયથી આક્રાન્ત થઈ ગયો. જ્યારે ભય સમાપ્ત થયો ત્યારે તે ધીરે ધીરે વૃક્ષની નીચે ઊતર્યો. તેટલામાં જ સંતે ધ્યાન પૂર્ણ કર્યું. આંખો ખોલી. સ્વસ્થ થઈને શિષ્યને કહ્યું કે ચાલો, હવે આગળ ચાલી એ. શિષ્ય બોલ્યો : ગુરુદેવ! હમણાં જ અહીં એક વાઘ આવ્યો હતો. સંતે કહ્યું ઃ આવ્યો હશે. શિષ્ય બો : આપને તેણે સ્થા. સંતે કહ્યું ઃ સૂચે હશે. આપની આસપાસ ચક્કર લગાવ્યું. સંત બોલ્યા : લગાવ્યું હશે. શું આપને ભય નથી લાગે? સંત બોલ્યા : નહિ, કોઈ ભય નથી લાગ્યો. તેમણે સહજ ભાવથી ઉત્તર આપ્યો. - તેઓ આગળ વધ્યા. ચાલતાં ચાલતાં સંતને એક મચ્છર કરડ્યો. સંત શરીર ખંજવાળવા લાગ્યા. ત્યાં જ ઊભા રહી ગયા અને શિષ્યને કહ્યું : મરછર કરડયો છે. ગભરામણ થઈ રહી છે. દર્દ પણ થઈ રહ્યું છે. હવે આગળ કેવી રીતે જઈશું? શિષ્ય બોલ્યો : ગુરુદેવ ? આ શી વાત છે? જ્યારે વાઘે તમને સ્થા, આપની ચારે બાજુ ચક્કર લગાવ્યું ત્યારે તે આપને કાંઈ ભય ન લાગ્યો. અને આ એક તુરછ મછર કરડવાથી આ૫ આટલા બધા ડરી ગયા? સંત બોલ્યા : વાત કંઈક આવી જ છે. વાધથી નહિ ડર્યો કેમ કે તે વખતે ભગવાન મારી સાથે હતા અને હવે મચ્છરથી ડરી રહ્યો છું કેમ કે તું મારી સાથે છે. છે જ્યારે પરમ આત્માનું, પરમ શક્તિનું સાન્નિધ્ય પ્રાપ્ત હોય છે. ત્યારે મનુષ્ય બદલાઈ જાય છે. ભય અને વાસના સમાપ્ત થઈ જાય છે. આવેગ અને આવેશ નષ્ટ થઈ જાય છે અને એક નવા જીવનનું નિર્માણ થાય છે.
૮૮
,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org