________________
આ સતત સ્મૃતિ થવી અથવા સાનિધ્ય થવું પણ ઘણું મહત્વની ઘટના છે. આ વાસ્તવમાં ઘણું મેટું આલંબન છે. જ્યારે જ્યારે આ સાનિધ્ય થાય છે ત્યારે બધી સ્થિતિ બદલાઈ જાય છે.
જાપ કરનારાના અનુભવ અમે સાંભળ્યા. એક ભાઈએ કહ્યું કે ભિક્ષ સ્વામીને જાપ કર્યો અને એક દિવસ સાક્ષાત તેમનાં દર્શન થઈ ગયાં. દર્શન જ નહિ તેમની સાથે વાતચીત થઈ.
છેડા વખત પર જ વર્ષી તપના પારણુના અવસર પર એક બહેને એક ઘટના સંભળાવી અને તે ઘટનાના સાક્ષી હતા તેના પરિવારના લેકે અને તેને પતિ. તેઓ બિહારમાં રહે છે. એક વખત એક છોકરી બીમાર થઈ ગઈ. અસાધ્ય બીમારી, ડોક્ટર, વૈઘ, બધા નિરાશ થઈ ગયા. ચિકિત્સાનું કેઈ પરિણામ નહિ આવ્યું. છોકરી બેલતી બંધ થઈ ગઈ, નાડી ચાલતી બંધ થઈ ગઈ. હવે લાગી રહ્યું હતું કે છોકરી ડી ક્ષણની જ મહેમાન છે. જાદુ ટોણું કરનારને બોલાવ્યા, મંત્ર જાણનારાઓને યાદ ક્યું પણ કોઈ અસર ન થઈ. આ બહેન ત્યાં પહોંચ્યાં. મરણાસન છોકરીને જોઈ. તે બેહોશ હતી પણ હજુ શ્વાસ લઈ રહી હતી. બહેને તે છોકરીના મસ્તક પર હાથ મૂક્યો અને પિતાના ઈષ્ટદેવ ભિક્ષસ્વામીને જપ શરૂ કરી દીધો. તે જાપમાં તન્મય થઈ ગઈ. થોડા જ વખત પછી તે બહેનના મુખમાંથી ઊંચે અવાજ નીકળે. બીમાર છેકરી પથારીમાંથી ઊઠીને બેસી ગઈ. આળસ મરડીને તે પથારી પરથી નીચે ઊતરી અને ચાલવા લાગી ગઈ. બધા આશ્ચર્યચકિત આ વડે જોતા રહી ગયા. થોડી ક્ષણો પહેલાં જ્યાં મૃત્યુનું નનનૃત્ય દષ્ટિગોચર થઈ રહ્યું હતું ત્યાં થોડી જ ક્ષણમાં જીવનને સંચાર થયો. નિરાશા આશામાં બદલાઈ ગઈ. ઘરના બધા નાચી ઊઠયા. આ વાત સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ લેકેનાં ટોળાં આ આશ્ચર્યને પિતાની આંખો વડે નિહાળવા આવવા લાગ્યાં. ડોકટરો પણ આવ્યા, વૈઘ પણ આવ્યા અને માંત્રિકે પણ તેમણે તે બહેનને પૂછયું : તમે એ ક્યા મંત્ર કુંક્યો કે આ મરણુસન છોકરી જીવિત થઈ ગઈ? અમને પણ એ મંત્ર શિખવાડે. તે બહેને કહ્યું કે મેં તે કશું જ નથી કર્યું. જે કંઈ પણ થયું તે મારા ઈષ્ટદેવના જાપથી થયું છે.
જાપ ચમત્કારિક હેાય છે. જ્યારે વ્યક્તિને તે આત્માની સનિધિ મળે છે ત્યારે તેના આત્માનું તેજ, તેની શક્તિ હજાર ગણું થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org