________________
માણસ વાતચીત કરવામાં ખૂબ કુશળ છે. તેને વાણીની કુશળતા પ્રાપ્ત છે. તે દરેક વાતને વાણી દ્વારા જ પ્રમાણિત કરવા ઇચ્છે છે, જો વાણી માત્રથી સૂરજની યાત્રા થઈ જતી હેત તે આજે આયલેન્ડના નિવાસી જ નહિ, સમગ્ર સંસારના લેાકા સૂરજથી હજી દૂર અન્તરિક્ષની યાત્રા કરી આવત. કાય` માત્ર વાણીથી નથી થતું, તે થાય છે કથી, પ્રયત્નથી, સમગ્ર શક્તિ એમાં નિયાજિત કરવાની હાય છે. અધ્યાત્મની સાધનાના માર્ગ બિલકુલ સરળ કે સીધા નથી. તેને પ્રાપ્ત કરવા માટે મેાટી તપસ્યા કરવી પડે છે.
ત્રીજુ આલંબન છે—જપ, આ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. મહર્ષિ પતંજલિના મત મુજબ જપને અર્થ છે—તર્ નપ: તર્થમાવના —જાપમાં પ્રયુક્ત શબ્દના અથી ભાવિત થઈ જવું. જે શબ્દને જપ કરી રહ્યા છીએ તેના અર્થમાં તન્મય થઈ જવું તે જપ છે. માત્ર શબ્દનું ઉચ્ચારણ પર્યાપ્ત નથી હોતું. શબ્દના અર્થથી પાતાની જાતને ભાવિત કરવી, પ્રભાવિત કરવી, તન્મય કરવી, એકાત્મ કરવી—તે જપ છે.
ઘણીવાર એ પ્રશ્ન આવે છે કે અમુક મત્રનેા જપ કરીએ છીએ, નમસ્કાર મહામંત્રને જપ કરીએ છીએ, પરંતુ પરિણામ કશું નથી આવતું. આ એક વાત છે. આપણે એ સારી રીતે જાણી લેવું જોઈએ કે શબ્દના ધ્વનિનું પણ કંઈક પરિણામ હેાય છે. ઉચ્ચારણને પણુ પોતાના પ્રભાવ હાય છે. પ્રભાવ નથી હેાતા એવી વાત નથી. પરંતુ જ્યારે ધ્વનિ સાથે ભાવના જોડાય છે ત્યારે તે પ્રભાવ હજાર ગણા વધારે થઈ જાય છે, જ્યારે શબ્દભાવનાથી ભાવિત યા પુટિત થઈને બહાર આવે છે ત્યારે તદાકાર પરિણામ શરૂ થઈ જાય છે. જપ ખૂબ શક્તિશાળી સાધન છે. મધ્યયુગીન સ ંતાએ એનું આલંબન પ્રચુર માત્રામાં લીધું. આજે પણ ભારતની સાધના પદ્ધતિએમાં ધ્યાન કરતાં જપના પ્રયાગ વધારે ચાલે છે. આજે ધ્યાન ધરવાવાળા આછા છે, જપ કરનાર વધારે, જેટલા પશુ સંત સૌંપ્રદાયના અનુયાયી છે, પછી ભલે તે કબી-૫ થી હાય, રાધાસ્વામી-૫થી હાય કે અન્ય પથને માનનારા હાય તે ખવા જપના જ વધારે પ્રયાગ કરે છે. તઆ જપતે ધણું મહત્ત્વ આપે છે, એ સાચું છે કે જપથી પરમના સા‚િષ્યની અનુભૂતિ થાય છે. સાધકને એ સ્પષ્ટ અનુભવ થવા લાગે છે કે તે જેતેા જપ કરી રહ્યો છે, એની સન્નિધિ એને પ્રાપ્ત છે. તે એ પરમ આત્માની સન્નિધિમાં ખેડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org