________________
બીજો છેડો છે ચેતનાને. યોગશાસ્ત્રમાં શરીરને ચેતનાની દષ્ટિએ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છેઃ
૧ નીચેનો ભાગ જે મૂળાધાર કે શક્તિ કેન્દ્ર કહેવાય છે. તે કામના - કે વાસનાનું કેન્દ્ર છે.
૨. ઉપરને ભાગ, મસ્તકનો ભાગ, જ્ઞાન કેન્દ્ર. આ ચેતનાનું કેન્દ્ર છે. : અશુદ્ધ આલંબનેને છોડવા અને શુદ્ધ આલંબને સહારો લેવો એ ધ્યાનની પ્રક્રિયાનું મૂળ છે. એનું તાત્પર્ય છે કે કામ-કેન્દ્ર તરફ પ્રવાહિત થનારી ચેતનાને ઊંચે લઈ જઈને જ્ઞાન કેન્દ્રમાં લાવવી. નીચેના પ્રવાહને બદલીને તેને ઉપર તરફ વાળી દેવો. એ શુદ્ધ આલંબનની સ્વીકૃતિ છે. આ પ્રયત્ન અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રયત્ન છે. આ પ્રયત્નથી. બધી વૃત્તિઓને પરિષ્કાર થાય છે.
ચેતનાના ઊધ્વરોહણની પ્રક્રિયા છે—યાન. ચેતના નીચેથી હટીને ઉપર તરફ જાય છે. આ પ્રક્રિયામાં પહેલું આલંબન છે સંયમ. સંયમ વગર ઉપર જઈ શકાતું નથી. આપણે નાભિ પર ધ્યાન દઈએ છીએ, આપણે આનંદ કેન્દ્ર પર ધ્યાન કરીએ છીએ. આ આપણે સંયમ છે. બધી વૃત્તિઓમાંથી ચિત્તને હટાવીને કેઈ એક પુદ્ગલ કે પરમાણુ પર તેને કેન્દ્રિત કરી દેવું સંયમ છે. ધ્યાનમાં ઇન્દ્રિય સંયમ પરમ આવશ્યક તત્ત્વ છે. ધ્યાન કરવા બેસે અને ચારે બાજુ જતું રહે તે ધ્યાન કેવી રીતે થશે? ધ્યાનકાળમાં બાહ્ય કેલાહલને સાંભળવા ઉત્સુક રહીએ તો "કદી થાન થઈ શકતું નથી. ચિત્તને કેન્દ્રિત કરવા માટે ઇન્દ્રિય-સંયમ ખૂબ જરૂરી છે..
બીજ આલંબન છે–તપ. એ પણ ધ્યાન માટે ખૂબ જરૂરી છે. ઓછો આહાર લે, ઓછી ઊંઘ લેવી તપ છે. સાધના કરનાર વ્યક્તિ
જ્યાં સુધી આહાર ઓછો નથી કરતી, ઊંધ ઓછી નથી કરતી, ત્યાં સુધી અધ્યાત્મના ક્ષેત્રમાં તે પ્રગતિ નથી કરી શકતી. ઉપવાસ કરવો, ઓછું ખાવું, વારંવાર ન ખાવું એ ખૂબ મોટું આલંબન છે.
ઉપવાસની બાબતમાં આજે જેટલી વૈજ્ઞાનિક શોધખોળ થઈ છે પહેલાં ન થઈ હતી. પ્રાચીન સાહિત્યમાં તપસ્યા કરવા પર ઘણે ભાર મૂકવામાં આવતો પરંતુ તેના લાભ-અલાભની વિસ્તૃત ચર્ચા નહિ કરવામાં આવી. આજે એનું વૈજ્ઞાનિક ઢબે નિરૂપણ ઉપલબ્ધ છે. ઉપવાસ ઉપર
८४
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org