________________
પરંતુ સવાલ તે જ આવે છે કે શરીર પર અનુશાસન શા માટે કરીએ? શરીર અને મનને સંબંધ જ શું છે? શા માટે ઈન્દ્રિયો પર અનુશાસન કરીએ? બિચારો શ્વાસ પોતાની ગતિ મુજબ આવે છે, જાય છે. જાગીએ છીએ તે પણ તે આવે છે અને સૂઈએ તે પણ આવે છે. બેસીએ છીએ તો પણ તે આવે છે અને ચાલીએ તે પણ તે આવે છે. આપમેળે ચાલે છે. તેના પર નિયંત્રણ કે અનુશાસન શા માટે કરવામાં આવે છે મનમાં ઉપસ્થિત થનારા આ પ્રશ્નો છે. લેકે સીધા મનને જ પકડવા ઇચ્છે છે. આ એક એવો માર્ગ છે જેમાં દોરડાને સહારો જોઈએ. આકાશ નિરાલંબ છે. તેમાં જે ચાલવું હોય તો આલંબન લેવું પડશે. એક પહાડ પરથી બીજા પહાડ પર જવાનું છે. વચ્ચે કરું આકાશ છે. કેવી રીતે જવાય? મનુષ્ય ઉપાય ખેળી કાઢયો. દેરડાના માર્ગને વિકાસ થયો. રજજુ માર્ગથી યાત્રા કરે. એક પહાડ પરથી બીજા પહાડ પર પહોંચી શકાશે. પહાડની નીચે ઊતરવાની જરૂર નથી.
અધ્યાત્મની સાધના એક નિરાલંબ માર્ગ છે. અધ્યાત્મ સ્વયં નિરાલંબ છે. ત્યાં કેઈ આલંબન કે સહારાની જરૂર નથી. અધ્યાત્મમાં કઈ આલંબનની અપેક્ષા નથી પરંતુ અધ્યાત્મમાં પહોંચવા માટે આલંબન આવશ્યક છે, સહારો લેધવાને હોય છે. અધ્યાત્મની યાત્રા કરનારાઓએ, મન પર અનુશાસન કરનારાઓએ, આલંબને શોધ્યાં છે. અધ્યાત્મ સાધકોએ વિવિધ આલંબનોનું શરણ લીધું છે. આલંબને વગર ત્યાં પહોંચી નથી શકાતું. આલંબન ખૂબ મહત્વ છે. તેથી તેમણે નાનાં-મોટાં બધાં આલંબનની એક શંખલા બનાવી. જયાચાર્યો આલંબનની એક પૂરી યાદી પ્રસ્તુત કરી છે. નિરાલંબ સુધી પહોંચવામાં જે આલંબનની અપેક્ષા છે, તેમાં સંયમ, તપ, જપ, શીલ, સ્વાધ્યાય, અનિત્ય અનુપ્રેક્ષા, અશરણ અનુપ્રેક્ષા. અનન્ત અનુપ્રેક્ષા અને નિર્મળ ધ્યાન–એ મુખ્ય છે. આ આલંબનનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ સાધક નિરાલંબ સુધી પહોંચી નથી શકતા. અશુદ્ધ આલંબને છોડીને શુદ્ધ આલંબનેને સ્વીકાર કરવો–એ પ્રથમ નિયમ છે. વાસના અશુદ્ધ આલંબન છે. ચેતના શુદ્ધ આલંબન છે.
શરીરના બે છેડા છે–એક છે કામનાને અને બીજે છે ચેતનાને. કામના ચેતનાથી ભિન્ન નથી. પરંતુ ત્યાં ચેતના ગૌણ થઈ જાય છે અને કામને મુખ્ય બની જાય છે. તેથી તે કામના કે વાસનાને છેડો છે.
૮૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org