________________
નિરાલંબનું આલંબન આચાર્ય શ્રી તુલસીએ એક ગ્રંથ લખે, જેનું નામ છે–મનનુશાસનમ.' એને અર્થ છે–મનનું અનુશાસન. એક ભાઈએ કહ્યું કે મેં તે ગ્રંથ વાંચ્યો. મારા મનમાં હતું કે મનનું અનુશાસન શીખું. તે ગ્રંથ વાંચતાં ખ્યાલ આવ્યો કે તેમાં અનુશાસનની જાળ બિછાયેલી છે. તેમાં અનેક અનુશાસન છે – આહારનું અનુશાસન, શરીરનું અનુશાસન, ઇન્દ્રિયોનું અનુશાસન, શ્વાસનું અનુશાસન, ભાષાનું અનુશાસન અને મનનું અનુશાસન. મન પર અનુશાસન કરવા માટે પાંચ બીજાં અનુશાસન શીખવા આવશ્યક હોય છે. એક મન દેવતાને સિદ્ધ કરવા માટે પાંચ અન્ય દેવતાઓને સાધવા એ લાંબી પ્રક્રિયા છે. એવી સીધી પ્રક્રિયા હેવી જોઈએ જેમાં મન પર અનુશાસન આવી જાય. પછી ન તે આહાર પર અનુશાસન કરવાની આવશ્યકતા છે અને ન તો ભાષા અને ઈન્દ્રિો પર અનુશાસનની જરૂર છે.
સીધું મન પર અનુશાસન થઈ જાય–આ સાંભળવામાં ઘણું સારું લાગે છે અને તર્ક યુક્ત લાગે છે કે જ્યારે મન પર જ અનુશાસન સાધવાનું છે તે પછી આટલી લાંબી પ્રક્રિયાની શી જરૂર છે? આટલે. લાંબે માર્ગ શા માટે? સંસ્કૃત વ્યાકરણમાં નિષ્ણાત થનાર જાણે છે કે તેણે માત્ર શબ્દાનુશાસન જ નથી વાંચવું પડતું તેને એની સાથે સાથે છન્દાનુશાસન, લિંગાનુશાસન વગેરે વગેરે પણ વાંચવાં પડે છે. જ્યારે બધાં અનુશાસન હસ્તગત થઈ જાય છે ત્યારે શબ્દાનુશાસન વાંચવા કેઈ અર્થ હેય છે.
લેકે ઈચ્છે છે કે આહાર જેવો ચાલી રહ્યો છે તેવો જ ચાલે. એના પર અનુશાસનની શી જરૂર છે? મન અને આહારને શું સંબંધ? સ્થિર કરવાનું છે મનને, મન પર અનુશાસન સાધવું છે તે ભેજનના અનુશાસનને એની સાથે શું સંબંધ છે? ભોજનને સંબંધ છે પેટ સાથે, લીવર સાથે, આમાશય અને પક્વાશય સાથે, આંતરડાં સાથે, જીભ તથા મોઢાની લાળ સાથે. મનની સાથે તેને શો સંબંધ છે કે સાધક બધા કરતાં પહેલાં આહારનું અનુશાસન કરે, શીખે?
મનેનુશાસનમાં અનુશાસનની સુવ્યવસ્થિત પ્રક્રિયા છે. પ્રાચીન ગ્રંથમાં તેવી પ્રક્રિયા પ્રાપ્ત નથી. અનુશાસનની પ્રક્રિયાનાં છ અંગ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org