________________
સ્ત્રીઓને ઘરેણાં પ્રત્યે અપાર મેહ હોય છે. ક્યારેક ઘરેણુને કારણે ખબર પડી જાય છે કે અમુક સ્ત્રી છે કે પુરુષ.
એક પુરુષ સ્ત્રીને બુરખો ઓઢીને બજારમાંથી નીકળી રહ્યો હતો. પિલીસે તેને પકડી પાડયો.
ઈસ્પેકટરે પૂછ્યું : અરે, સ્ત્રીને કેમ પકડી લાવ્યા ? પોલીસોએ કહ્યું ઃ આ સ્ત્રી નહિ, પુરુષ છે. તમે એને બુરખામાં કેવી રીતે ઓળખી લીધો ?”
સર! અમે બજારમાંથી જઈ રહ્યા હતા. ઘરેણુનું બજાર હતું. પરંતુ તેણે એકવાર પણ ઘરેણાં તરફ નજર નહિ કરી. અમે સમજી ગયા. આ સ્ત્રી નહિ પુરુષ છે. સ્ત્રી હતા તે ચોક્કસ ઘરેણાં તરફ લાલચભરી નજરે જેતે.
પતિએ પત્નીને ખૂબ સમજાવ્યું કે આભૂષણને મોહ છોડી દે. એક દિવસ પતિ-પત્ની બજારમાંથી જઈ રહ્યાં હતાં. આભૂષણોની દુકાન આવતાં જ પત્નીની ચેતના જાગ્રત થઈ ગઈ. પત્નીએ કહ્યું ઃ ગળામાં ખાંસી થઈ ગઈ છે. કોઈ ઉપાય કરો. પતિ બેલ્યો; ડોક્ટરને બોલાવું ? પત્નીએ કહ્યું ઃ આટલો ખર્ચ શા માટે કરે છે? દવા લેવાને બદલે આ૫ મને ગળાને હાર આપી દે. ગળું ઠીક થઈ જશે.
આભૂષણો પ્રત્યે કેટલો મોહ હોય છે !
ઉપાદાનનું જાગરણ
જ્યાં સુધી આંતરિક ચેતના નથી બદલાતી, ભીતરનું અનુશાસન નથી જાગતું ત્યાં સુધી બાહ્ય પરિસ્થિતિ વ્યક્તિને વારંવાર સતાવતી રહે છે. તે વ્યક્તિને જકડી રહે છે. ભગવાનની સ્તુતિ–તીર્થકરની આરાધના અધ્યાત્મની અનુભૂતિ આ બધાને અર્થ છે ચેતનાનું પરિવર્તન. જે ચેતના આપમેળે અનુશાસિત નથી હોતી, તે ચેતનાને આસને, મુદ્રાઓ અને શ્વાસના વિભિન્ન પ્રયોગો દ્વારા બદલી શકાય છે. પ્રતિસલીનતા અને મને વિકાસનાં સૂત્રો દ્વારા ચેતનામાં પરિવર્તન થઈ શકે છે. જ્યારે આ બધા ઉપાયોથી આંતરિક અનુશાસન જાગી જાય છે ત્યારે નિમિત્ત પ્રાપ્ત થવાથી પણ ચેતના તે તરફ વળતી નથી. નિમિત્ત વ્યર્થ થઈ જાય છે.
જ્યાં ઉપાદાન જાગી જાય છે ત્યાં નિમિત્ત બેકાર બની જાય છે. નિમિત્ત ત્યાં સુધી જ સતાવે છે જ્યાં સુધી ઉપાદાન નથી જાગતું.
७८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org