________________
ભગવાનનું એક બહુ મૂલ્યવાન વાકય છે—‘મૂળ ૨ મૂક્ત ૨ નિષ ધાર' અત્ર અને મૂળનું છેદન કરે।. ફક્ત પાંદડાને કાપે નહિ. એને કાપવાથી કામ નથી થતું. મૂળને પકડેા. મૂળ સુધી જાએ. ઉપાદાનને બદલા. જ્યારે ઉપાદાન બદલાઈ જાય છે ત્યારે પાંદડાં વગેરે બધું જ વ્યર્થ થઈ જાય છે.
આપણે અધ્યાત્મની ભાષાને સમજીએ અને ઉપાદાનને જગાડવાની ટેવ પાડીએ, પ્રેક્ષાલ્યાન ઉપાદાનને જગાડવાને અભ્યાસ છે. જે વ્યક્તિ પ્રેક્ષાધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થાય છે તે ચેતનાને જગાડવાના ઉપાદાના વિકાસ કરે છે. જ્યારે આ ઉપાદાન થાડું પણ જાગી જાય છે. ત્યારે દષ્ટિ બદલાઈ જાય છે, નવું ચિંતન અને નવી અનુભૂતિએ નગી જાય છે.
શિબિરમાં ઉપસ્થિત સાધકો કાલ-પરમ દિવસ સુધી કહી રહ્યા હતા કે એમને કંઈપણ નથી મળી રહ્યું, આજે સવારે તેઓ મારી પાસે આવ્યા અને માલ્યા : અમારી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે અને આજે જીવનમાં એવા અનુભવ થયે! જે પહેલાં કદી પણ થયા ન હતા. મેં કહ્યું: થાય પણ કેવી રીતે? આપે ભીતરનું અનુશાસન જગાડવાને પ્રયત્ન જ કયારે કર્યા હતા? આપે અંદર જોવાના પ્રયત્ન જ કારે કર્યા હતા? આટલા દિવસે સુધી આપ બુદ્ધિના દરવાજા પર ઊભા ઊભા જ બહારથી સર્વ કાંઈ જોવાના પ્રયત્ન કરતા રહ્યા છે. જ્યાંથી ભીતર ઈ જ દેખાતું નથી. માત્ર ધાર અંધકાર જ દેખાય છે. હવે જેમ જેમ ભીતરમાં પ્રવેશ થઈ રહ્યો છે, તે દરવાજો એની મેળે ખૂલી રહ્યો છે જ્યાં દેવળ પ્રકાશ જ પ્રકાશ છે. આંતરિક રહસ્યો સ્વયં ઉદ્ઘાટિત થઈ રહ્યાં છે અને પ્રત્યક્ષ થઈને દર્શન આપી રહ્યાં છે. આ દર્શન જ આપણી આંતરિક ચેતનાને જગાડવાનેા ધણા માટે હેતુ બને છે.
Jain Educationa International
૭૯
For Personal and Private Use Only
:
www.jainelibrary.org