________________
લાગે છે. એમ પણ કહી શકાય કે જ્યારે આંતરિક પરિવર્તન પ્રારંભ થાય છે ત્યારે બહારની મુદ્રા તેવી જ બની જાય છે. બંને વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. અંદર ચિત્તની વૃત્તિઓ જેવી હોય છે, બહાર પણ તેવી જ અભિવ્યક્તિ થાય છે અને બહાર જેવી મુદ્રા બને છે, અંદર તેવું જ થવા લાગે છે.
કોઈ વ્યક્તિ માથે હાથ મૂકીને ઉદાસ થઈને બેસે છે, તે તે મુદ્રામાં ઉદાસી અને ચિંતા ઊતરી આવશે. તે અચાનક ચિંતિત થઈ જશે.
કઈ વ્યક્તિ પ્રસન્ન મુદ્રામાં બેસે છે, તે અંદરથી પણ પ્રસન્નતાને ભાવ ઊતરે છે અને તે અભિવ્યક્ત થઈ જાય છે.
બે મુદ્રાઓ મહત્ત્વપૂર્ણ છે ? એક છે યોગની મુદ્રા, બીજી છે જિનમુદ્રા.
તીર્થકર ઊભા ઊભા ધ્યાન ધરે છે તેમની બંને એડીઓ અડેલી હોય છે, ચાર-પાંચ આંગળ અંતર રહે છે. બંને હાથ નીચે લટકતા તથા જાંઘ સાથે અડીને હોય છે. શરીર સીધું, ડોક સીધી અને નાસિકા પર દષ્ટિ સ્થિર થયેલી હોય છે. આ છે જિનમુદ્રા.
પદ્માસન, સ્વસ્તિકાસન કે અર્ધ પદ્માસનમાં વ્યકિત બેઠી છે. ભ્રકુટિ કે નાસાગ્ર પર તેની દષ્ટિ રહેલી છે. બંને હાથ મેળામાં છે. ડાબો હાથ નીચે અને જમણે હાથ ઉપર છે. આ યોગમુદ્રા છે.
આ પ્રકારની મુદ્રા બનતા જ ધ્યાન ઊતરવા લાગે છે. એમાં એકાગ્રતાનું અવતરણ શરૂ થઈ જાય છે. ચિત્તની વૃત્તિઓ બદલાવા લાગે છે અને સાધક ધ્યાનના ઊંડાણમાં પ્રવેશ કરવા લાગી જાય છે.
કેગના આચાર્યોએ મુદ્રાઓ અને આસનને ઘણે વિકાસ કર્યો. આજે પણ સેંકડો મુદ્રાઓ અને આસને ઉપલબ્ધ છે. આ મુદ્રાઓ અને આસનોને પ્રવેગ કરવાથી પિતાનામાં પરિવર્તન થવા લાગે છે.
જે આપણે ખરેખર બદલાવા ઇચ્છીએ તે આપણી સમક્ષ આત્માનુશાસનને જાગ્રત કરવાની બહુ સુંદર પ્રક્રિયા છે. પ્રશ્ન છે કે બદલવાની યથાર્થ ચાહ હેય, અનુશાસનને જગાડવાની યથાર્થ ભાવના હોય. બદલાવાની પ્રબળ આકાંક્ષા હોય તો
અમેરિકાને અબજોપતિ જેન્સ એક વખત વિક્ષિપ્ત થઈ ગયે. એનું મન ચિંતાઓથી ભરાઈ ગયું. તે ખૂબ ઉદાસ રહેવા લાગે. મિત્રોએ
૭૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org