________________
અભયકુમારે પ્રશ્નની ભાષામાં કહ્યું : હવે હું આપ સર્વેને એક પ્રશ્ન પૂછું છું કે જે વ્યક્તિ પૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે, પૂર્ણ સત્યવાદી છે અને પૂર્ણ અહિંસક છે તેણે શું ત્રણ કરોડ સુવર્ણ મુદ્રાઓને ત્યાગ નથી કર્યો? જે આટલા ધનને ત્યાગ કરે છે તે શું મહાન નથી ? જે કઠિયારાએ મુનિવ્રતને સ્વીકાર કર્યો છે તે શું પૂર્ણ બ્રહ્મચારી નથી બન્યો? તે શું પૂર્ણ સત્યવાદી નથી બન્યો? તે શું પૂર્ણ અહિંસક નથી બન્યું ?
લેકે તર્ક સમજ્યા અને હવે તેઓ તે કઠિયારા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાનત બની ગયા.
આંતરિક અનુશાસન કેટલું મુશ્કેલ છે? જ્યારે આંતરિક અનુશાસન જાગે છે ત્યારે વ્યક્તિ બદલાઈ જાય છે. આંતરિક અનુશાસન કેવી રીતે જાગ્રત થાય ? એને મૂળ હેતુ શું છે ? આ મોટો પ્રશ્ન છે.
પવાસન: શારીરિક અનુશાસન
પદ્માસન શારીરિક અનુશાસન છે. પદ્માસનમાં બેસનાર સાધક પિતાને પ્રાણ-પ્રવાહ બદલી નાખે છે. કામ-કેન્દ્ર તરફ જતે તેને પ્રાણપ્રવાહ ઊર્ધ્વગામી બની જાય અને તે જ્ઞાન કેન્દ્ર સુધી પહોંચી જાય છે. જ્યારે પ્રાણ પ્રવાહ જ્ઞાન કેન્દ્ર સુધી પહોંચે છે ત્યારે વાસનાઓની જાળ આપમેળે તૂટવા લાગે છે.
મુદ્રા અને તેને પ્રભાવ
જયાચાર્યે લખ્યું છેઃ
પ્રભુ! આપની ગમુદ્રા મને ખૂબ સારી લાગે છે. આપની ધ્યાનમુદ્રા ઘણી મહારી છે.
મુદ્રાઓ અનેક પ્રકારની હોય છે. જિનમુદ્રા, ગમુદ્રા વગેરે વગેરે. મુદ્રાનું ઘણું મહત્વ છે. આપણા શરીરમાં ચાલી રહેલે સૂક્ષ્મ ભાવોને પ્રવાહ જયારે શરીરના માધ્યમથી પ્રગટ થાય છે ત્યારે તે મુદ્રા બની જાય છે. તર્જની આંગળીને અંગૂઠાના મૂળમાં લગાડવાથી જ્ઞાનમુદ્રા બની જાય અંગુઠા તથા આંગળીઓને કાન, આંખ, નાક, મેં પર લગાડવાથી સર્વેન્દ્રિય સંયમમુદ્રા બની જાય છે. જ્યારે મુદ્રાઓ બને છે ત્યારે આંતરિક પરિવર્તન શરૂ થઈ જાય છે. જેવી બહારની મુદ્રા થાય છે, તેવું જ પરિવર્તન થવા
૭૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org