________________
કરી રહ્યા છે. તેઓ તુરત સુધર્મા પાસે ગયા. પૂછયું : “ભતા એવું શું થઈ ગયું કે આપે તાત્કાલિક વિહારને નિર્ણય લઈ લીધો? આપ તે અહીં લાંબા સમય સુધી રહેવાના હતા. આર્ય સુધર્માએ અભયને બધી પરિસ્થિતિ જણાવી. અભયકુમારે કહ્યું : આપ આપને વિહાર સ્થગિત કરે. જોઈએ શું થાય છે.
બીજે દિવસે અભયકુમાર ત્રણ કરોડ સુવર્ણ મુદ્રા લઈને બજારમાં આવ્યા અને તે લઈને એક ચોતરા પર ઊભા રહ્યા. અમાત્ય ઊભા છે અને તેની સમક્ષ ત્રણ કરોડ સુવર્ણમુદ્રા પડી છે, તેથી ત્યાંથી પસાર થનારના પગ અટકી જાય છે. ચમકતું ધન સામે દેખાઈ રહ્યું છે. ઘોષણા થઈ રહી છે–જે વ્યક્તિ અમાત્ય અભયકુમારની શરતો પૂર્ણ કરશે, તેને આ ત્રણ કરોડ સુવર્ણમુદ્રા પ્રાપ્ત થઈ શકશે. તે ત્રણ શરતો આ છે –
ક વ્યક્તિ પૂર્ણ બ્રહ્મચારી હેય. * વ્યક્તિ પૂર્ણ સત્યવાદી હોય. * વ્યક્તિ પૂર્ણ અહિંસક હોય.
લે એ શરતે સાંભળી. એ બધાનું મન વિકલ્પથી ચકરાવા લાગ્યું. ભીડમાંથી એક સ્વર આવ્ય–જે પૂર્ણ બ્રહ્મચારી થઈ ગયો છે તેને સુવર્ણમુદ્રા શા માટે? એને ધન શા માટે જોઈએ ? ધન જોઈએ કામનાઓની પૂર્તિ માટે, વાસનાઓની પૂર્તિ માટે. જે વ્યક્તિ કામનાઓ અને વાસનાઓથી પર થઈ ચૂકી છે, તેને ધનનું શું પ્રયોજન ?
જે પૂર્ણ સત્યવાદી હશે તે ત્રણ કરોડ સુવર્ણમુદ્રાઓનું શું કરશે ? ધન સાથે છળ અને પ્રવંચન ચાલે છે. ધન સાથે જૂઠાણું ચાલે છે. એ કદી બની શકતું નથી કે ધનને તો ઢગલે હેય અને વ્યક્તિ પ્રવેચનાઓથી બચી જાય. આ કદી સંભવિત નથી.
જે ધનની આટલી મોટી શશિનો માલિક હેય તે પૂરેપૂરો અહિંસક કેવી રીતે થઈ શકે? તેણે આરંભ-સમારંભમાં પ્રવૃત્ત થવું જ પડશે. તે બસ-સ્થાવર જીવોની હિંસાથી કેવી રીતે બચી શકશે? જીવન નિર્વાહ માટે રોટલી જોઈએ. રોટલીનું ઉત્પાદન હિંસા-સાપેક્ષ છે. ધન પ્રત્યે રહેલું મમત્વ સ્વયં હિંસા છે. તેવી વ્યક્તિ પૂર્ણ અહિંસક થઈ જ નથી શક્તી.
આ ત્રણે વિધી શરતે છે. એને કેણ સ્વીકાર કરશે?
૭૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org