________________
અનુશાસનની સહિત એક વિદ્યાર્થીએ પૂછયું : હું સ્વતંત્ર છું કે પરતંત્ર? મેં કહ્યું : તું સ્વતંત્ર પણ છે, અને પરતંત્ર પણ તેણે પૂછયું : બંને કેવી રીતે ?
મેં કહ્યું કે પ્રત્યેક વ્યક્તિ બે પરિમાણમાં જીવે છે. કોઈપણ વ્યક્તિ પૂર્ણ પણે સ્વતંત્ર નથી હોતી અને સંપૂર્ણ પરતંત્ર પણ નથી દેતી. ધ્યેયની પસંદગીમાં વ્યકિત સ્વતંત્ર હોય છે. પરંતુ ધ્યેયની પૂર્તિમાં તે પરતંત્ર હોય છે. દરેક વિદ્યાથી પિતાના અધ્યયનની દિશા નિશ્ચિત કરે છે. તે વિચારે છે કે તેણે ડોક્ટર થવું છે કે વકીલ? તેણે બી. કોમ. કરવું છે કે બી.એ.? જે દિશા તે પિતાના અધ્યયન માટે નિર્ધારિત કરે છે તેણે તે દિશામાં પ્રસ્થાન કરવું પડે છે. એની સીમામાં જ ચાલવું પડે છે. એવું કદી નથી હતું કે જીવવિજ્ઞાનને વિષય નક્કી કરનાર વિદ્યાર્થી શિ૯૫-વિજ્ઞાન શીખવામાં જ સમય ગુમાવે. તેણે જે જીવ વિજ્ઞાનમાં જ નિષ્ણાત થવું હોય તો જીવવિજ્ઞાનની સીમામાં જ અધ્યયન કરવાનું રહેશે, ચાલવું પડશે.
વ્યક્તિ એક ધ્યેય બનાવે છે તે ધ્યેયની પૂર્તિ માટે તેને અનુકુળ સાધનનું પણ તેણે ચયન કરવાનું હોય છે અને તે સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે.
યાત્રા કરવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે. જે દિશામાં યાત્રા ઇચ્છે ત્યાં યાત્રા કરે. વાહનને ઉપયોગ કરવા માટે પણ તે સ્વતંત્ર છે. ઇચછે તે તે બળદગાડાને ઉપયોગ કરે કે કારનો ઉપગ કરે. ઇચછે તો તે રેલવેનો ઉગ કરે કે વિમાનને ઉપયોગ કરે. આ પસંદગીમાં તે સ્વતંત્ર છે. પરંતુ જ્યારે તે વાહન તરીકે રેલગાડીની પસંદગી કરી લે છે ત્યારે તેણે રેલવેના નિયમો (અનુશાસન) માનવા પડે છે. તે નિયમો અનિવાર્ય બની જાય છે. રેલવે ગાડી જે ગતિએ ચાલશે, તેણે તે ગતિએ જ ચાલવું પડશે. એ કદી એવું વિચારી શકતી નથી કે હું સ્વતંત્ર છું. રેલવે પિતાની ગતિએ ચાલે પણ હું મારી ગતિએ જ ચાલીશ. એવું કઠી થઈ શકતું નથી. વિમાનની પસંદગી કરી છે તે તેનું અનુશાસન માન્ય કરવું પડશે. તેની ગતિમાં જ ચાલવું પડશે.
' એક વ્યક્તિ વિમાનમાં ચઢી. વિમાન આકાશમાં ઊડવા લાગ્યું. તે વ્યક્તિ પણ તીવ્ર ગતિએ વિમાનમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org