________________
રાજા શ્રોણકે ગામલેકેને એક ઘરડો હાથી સોંપતાં કહ્યું–લઈ જાઓ આ હાથીને. એની સારસંભાળ રાખજો. એના સ્વાસ્થના સમાચાર રેજ મને મોકલતા રહેજે. અને બધું જ તમે કહી શકશે, પરંતુ એના મૃત્યુની વાત કદી પણ કહેશો નહિ. એવું નહિ કહેતાહાથી મરી ગયે. જે કઈ આવું કહેશે તેને ભારે દંડ થશે. તે અપરાધી ગણશે. ગામલેકે વિમાસણમાં પડી ગયા. હાથી ઘરડે હતો. મરિયલ હતો. મૃત્યુની નજીક હતા. સમગ્ર ગામ ચિંતામાં ડૂબી ગયું. દસ દિવસ વીત્યા. હાથીનું મૃત્યુ થઈ ગયું. હવે સમસ્યા એ હતી કે રાજાને શું કહેવામાં આવે. ઉકેલ નહિ મળે. તે ગામમાં રેહક નામે એક બુદ્ધિશાળી વ્યક્તિ રહેતી હતી. ગામલેકે તેની પાસે ગયા. તેને બધી વાત બતાવી. તેણે કહ્યું–ચિન્તા નહિ કરે. સમસ્યાઓનું સમાધાન થઈ જશે. રોકે એક માણસને સમજવી પટાવીને રાજા પાસે મોકલ્યા. રાજાએ કહ્યું–બોલે, કેમ આવ્યા છે?
મહારાજ! આપશ્રીએ જે હાથી મોકલે છે તે નથી ખાતે કે નથી પીતા. ગઈ કાલ સુધી સારું ભોજન કરતો હતો. પાણી પીતા હતા. પરંતુ આજે એણે બધું જ છોડી દીધું. સાથે સાથે નથી ઊઠતો કે નથી બેસતા. તે ચાલતા પણ નથી. અરે તે શ્વાસ સુદ્ધાં નથી લેતા.
ઓહ! તે શું તે મરી ગયો ?”
એ તો હું નથી જાણતા. આપ જ જાણે. હું એના મરી જવાની વાત નથી કહેતા. આપ જ કહી શકે છે.”
આવી છે આપણી આ દુનિયા. અહીં જીવિતને જીવતો અને મૃતને મરેલો કહેવાને પણ અધિકાર નથી. આ વ્યવહારની દુનિયા છે. આવી દુનિયામાં પ્રેય છેડવાની વાત કેવી રીતે કરી શકાય છે? પ્રિયતા જીવિત છે, એ પણ નથી કહી શકાતું અને પ્રિયતા મરી ગઈ એ પણ નથી કહી શકાતું. બંને વાતો કહી નથી શકાતી. સચ્ચાઈને સ્વીકાર કરવાને પણ અપરાધ છે. અને સચ્ચાઈ કહેવાને પણ અપરાધ છે. જ્યારે આપણે પ્રેયની દિશામાંથી હટીને આગળ વધીએ છીએ તો શ્રેયનો દરવાજો ખૂલી જાય છે. એક વાર જ્યારે આ દરવાજો ખૂલી જાય છે ત્યારે બીજા દરવાજ પણ ખૂલી જાય છે, માત્ર એ જ પ્રયત્ન કરવાને છે કે એ એક વાર એ દરવાજો ખૂલી જાય કે જે દ્વાર હંમેશા માટે બંધ હતાં, જે દિશા નિષિદ્ધ હતી. તે દ્વાર ખૂલી જાય છે. તે
૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org