________________
પ્રત્યેક આત્મવાદી દર્શને સાક્ષાત્કારને સ્વર ખૂબ મુખરિત કર્યો છે, આત્મદર્શન, આત્મ-સાક્ષાત્કાર–આ આત્મવાદીનું લક્ષ્ય છે. પ્રત્યેક ધર્મ સંપ્રદાયમાં આ સ્વર મુખરિત છે કે પ્રભુ ક્યારે મળે, પ્રભુનું દર્શન
ક્યારે થાય. પ્રભુને મેળવી આપો
એકવાર હું પ્રવચન પૂરું કરીને નિવાસ પર પાછા ફરી રહ્યો હતા. રસ્તામાં એક વૃદ્ધ મહિલાએ મને રોક્યો. તેણે કહ્યું, મહારાજ ! સત્સંગ ઘણા દિવસોથી થઈ રહ્યો છે. મને ઘણું સારું લાગી રહ્યું છે. બસ. હવે આપ એક કામ કરો. પ્રભુને મેળવી આપે. હું મારા પ્રભુને મળવા ઈચ્છું છું. આપ જ મારે તેમની સાથે મેળાપ કરાવી શકે છે.
તે વૃદ્ધા રડી પડી. આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. તેણે પોતાની માગ વારંવાર દેહરાવી એની ભાવમુદ્રા આજે પણ મારી સમક્ષ સ્પષ્ટ છે. પ્રભુને મળવા માટેની ભાવના એનામાં ઉત્કટ હતી. જે વ્યક્તિના મનમાં આ તડપ જાગી જાય છે ત્યારે કેટલી વ્યાકુળતા થાય છે, તે જ વ્યક્તિ જાણી શકે છે, બીજી જાણી શકતી નથી.
સુમિરન
પ્રેયને સમાપ્ત કરવાનું પાંચમું સાધન સુમિરન છે. એને અર્થ છે સ્મરણ કરવું, યાદ કરવું. સંત સાહિત્યમાં બે સાધન પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે–એક છે શરણ અને બીજ છે સ્મરણ.
સ્મરણની એક પ્રક્રિયા છે. એને ઘણે મોટો પ્રભાવ હોય છે. ચેતનાનું ઉદર્વાહણ
આપણી ચેતના મુખ્યત્વે બે કેન્દ્રોમાં વિચરણ કરે છે. એક છે નાભિથી નીચેનું કેન્દ્ર અને બીજુ છે નાભિથી ઉપરનું કેન્દ્ર –હૃદયથી મસ્તિક સુધીનું કેન્દ્ર. જ્યારે જ્યારે ચેતના નાભિથી નીચેના કેન્દ્રમાં જાય છે ત્યારે લાલચ, ક્રોધ, ભય અને સ્વાર્થની વૃત્તિઓ જાગે છે. જ્યારે ચેતના હૃદયથી મસ્તિષ્કની દિશામાં પ્રસ્થાન કરે છે, ઊર્ધ્વગામી થાય છે. ત્યારે અભય, અહિંસા, પરમાર્થની ભાવના જાગે છે. નાભિથી નીચેની તરફ ચેતનાનું પ્રસ્થાન પ્રેયની દિશામાં થનાર પ્રસ્થાન છે અને હૃદયથી મસ્તિષ્ક તરફ થનાર ચેતનાનું પ્રસ્થાન શ્રેયની દિશાનું પ્રસ્થાન છે.
૬૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org