________________
અધ્યાત્મ સાધનામાં પ્રેમને સમાપ્ત કરવાનું ઘણું મોટું સાધન છે–શરણ. આ સાધનથી અહંકારને સંપૂર્ણ વિલય થઈ જાય છે.
જ્યાં અહંકારની ગ્રંથિ તૂટી જાય છે. ત્યાં તેની સાથે સાથે અનેક ગ્રંથિઓ આપોઆપ તૂટી જાય છે.
પ્રેયને સમાપ્ત કરવાનું ત્રીજુ સાધન છે—ધ્યાન. ધ્યાનને અર્થ છેતન્મયતા સાધી લેવી, તદ્દરૂપ થઈ જવું–એકાત્મકતાની અનુભૂતિ કરવી. પ્રભુને મળવાની અભિલાષા
પ્રેયને સમાપ્ત કરવાનું ચોથું સાધન છે–મળવાની ઉત્કટ અભિલાષા. પ્રભુને મળવાની તડપ શ્રેયની દિશામાં પ્રસ્થાનનું પ્રથમ ચરણ છે. જ્યારે આ તડપ ઉતકટ હોય છે ત્યારે માનવી શાંતિથી બેસી શકતો નથી. તે પ્રભુને મળવાના અનેક પ્રયત્ન કરે છે–તડપ વધતી જાય છે અને તે પ્રભુને મળ્યા બાદ જ શાંત થાય છે.
એક ભાઈએ આચાર્ય ભિક્ષને પૂછયું : આપ જ્યારે આવો છો ત્યારે લોકોમાં હર્ષની લહેર દેડી જાય છે. જેમાં ઉત્સાહ જાગી જાય છે. બધા ઉત્કંઠિત થઈ જાય છે. તેમનામાં નવી ચેતનાનું જાગરણ થાય છે. એમ શા માટે ? આચાર્ય ભિક્ષુ બેલ્યા : પતિ ઘણાં વર્ષોથી પ્રવાસે હતા. તેના કોઈ સમાચાર ઘર પર મળતા ન હતા. પત્ની અધીરી થઈ ગઈ, પ્રતીક્ષાની ઘડીઓ ઘણી લંબાઈ ગઈ. એક દિવસ એક માણસે અચાનક આવીને કહ્યું : શેઠાણુ! હું તમારા પતિનો સંદેશો લઈને આવ્યું છું. આ સાંભળતાં જ પત્ની રોમાંચિત થઈ ઊઠી, પુલકિત થઈ ગઈ. તેણે તે માણસને ખૂબ અતિથિ-સત્કાર કર્યો. એને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું. સારું ભોજન ખવડાવ્યું. પત્નીને એટલે આનંદ થયો કે તે ખુશીથી ઝૂમવા લાગી. એના હર્ષનું એકમાત્ર કારણ હતું–પતિને સંદેશ.
આપણે પણ જ્યાં જઈએ છીએ ત્યાં પ્રભુને સંદેશ આપીએ છીએ. પ્રભુ ચિરપ્રવાસી છે. પ્રભુને મળવાની લોકોના મનમાં ઘણી તડપ છે. પ્રભુને સાક્ષાત્કાર કરવાની ઉત્કંઠા પણ ઘણી. પ્રભુ આવે કે ન આવે, આપણે એમને સંદેશો લેકેને સંભળાવીએ છીએ. પ્રભુનો સંદેશ સાંભળીને લેકે હર્ષથી ઝૂમી ઊઠે છે. તેઓ પુલક્તિ થઈ ઊઠે છે. તેઓ માને છે કે પ્રભુને મળવાની વાત તો દૂર છે, જે પ્રભુને સંદેશ પણ પ્રાપ્ત થઈ જાય તે ઘણી મોટી વાત કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org