________________
ભગવાનને ગાળ દઈ દઉં છું. માની લઉં છું કે ભગવાન નથી. જે ભગવાન હેત તે આવી ઘટના કદી ન બનત. શું આ સમર્પણ છે? આ ગુલામ કેટલો શ્રદ્ધાળુ છે, કેટલે શરણાગત છે કે માલિક જે કહેશે તે જ થશે, બીજે કંઈ વિકલ્પ એના મનમાં નથી. આ ગુલામ રોટલા માટે, જીવન ગુજારવા માટે માલિક પ્રત્યે આટલે સમર્પિત થઈ ગયો છે, શરણાગત થઈ ગયો છે. પરંતુ હું હજી સુધી એ બની નથી શક્યો.”
મહાત્મા રડી પડયા. આંખોમાંથી અશ્રુ ટપકવા લાગ્યાં એમને પિતાની અસમર્થતા પર ગ્લાનિ થઈ. તેમના મનમાં નવો ભાવ ઉત્પન્ન થયો.
સમર્પણ કરવું, શરણમાં જવું ખૂબ જ મુશ્કેલ છે. જે વ્યક્તિ શરણમાં ચાલી જાય છે તે બધી ચિંતાઓથી મુક્ત થઈ જાય છે. તેને માટે ચિંતા રહેતી નથી. ચિંતા કરનાર કરે. તે નિશ્ચિત થઈ જાય છે. હું સૂતી છું પ્રભુ જાગે છે
યુદ્ધના દિવસોની વાત છે. લંડનમાં જોબવર્ષા થઈ રહી હતી. સમગ્ર વાતાવરણ ભયાક્રાન્ત હતું. લોકો ઘરને છોડીને નંદકો અને ખાઈઓમાં રહેતા હતા. આખું શહેર રાત્રે ખાલી થઈ જતું. પરંતુ એક વૃદ્ધ મહિલા પિતાના ઘરમાં મજાથી સૂતી હતી. પડોશીઓએ પૂછયું: ડોસી શું તને ડર નથી લાગતું? શું તું રાત્રે જાગતી નથી ? વૃદ્ધા બેલી: મારે જાગવાની શી જરૂર છે? મારો પ્રભુ જાગતા રહે છે. હું પ્રભુને પ્રાર્થના કરીને સૂઈ જાઉ છું. બંનેએ જાગવાની જરૂર નથી. ક્યાં તો હું જાગતી રહું, ક્યાં તે પ્રભુ જાગતા રહે. હું સૂઈ જાઉં છું, મારો પ્રભુ જાગે છે. હું જાણું છું, મારો પ્રભુ સૂએ છે. બંને એક સાથે જાગતાં નથી અને સાથે સૂતાં નથી.
જે વ્યક્તિ આટલા ઊંડા સમર્પણમાં પહોંચી જાય છે, આટલી તન્મયતા સાધી લે તેને માટે જાગવાની જરૂર નથી. જાગનાર સ્વયં જાગે. ચિન્તા કરનાર સ્વયં ચિન્તા કરે.
ગુરુ નાનકે ખૂબ માર્મિક વાત લખી છે કે આ ઘર બન્યું અને ઘરના માલિકે ગુરુના હાથમાં ચાવી સોંપી દીધી. ચાવી ગુરુ પાસે છે. “ને સાવ નો પર વિનુ સતગુણો સરળ–સતગુરુનાં શરણ વગર કેઈ ઉપાય સફળ નહિ નીવડે.
-
૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org