________________
વધારે મીઠી ચીજ નજર સમક્ષ આવે છે ત્યારે ઓછી મીઠાશવાળી ચીજ એની મેળે છૂટી જાય છે. એને છોડવામાં નથી આવતી. તે છૂટી જાય છે. છેડવી મુશ્કેલ હોય છે. છૂટી જવી મુશ્કેલ નથી દેતી. વસ્તુને ત્યાગ કરવામાં નથી આવતા, તે આપમેળે ત્યક્ત બની જાય છે.
મૂર્ત પ્રત્યે રહેનારી પ્રિયતાને સમાપ્ત કરવાનું એક સૂત્ર છે— અમૂર્ત પ્રત્યે પ્રિયતા પેદા કરવી. શિવસુંદરી અમૂર્ત છે. મેક્ષ અમૂર્ત છે. આત્મા અમૂર્ત છે. પરમાત્મા અમૂર્ત છે. ચૈતન્ય અમૂર્ત છે. અમૂર્ત પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી સરળ નથી, મુશ્કેલ છે. પરંતુ કેઈકવાર સૌભાગ્યથી એવી ક્ષણ આવે છે જ્યારે અમૂર્ત સાથે પ્રીતિ જોડાઈ જાય છે. એ ક્ષણે મૂતને પ્રેમ બેકાર થઈ જાય છે. અર્થહીન થઈ જાય છે.
- જ્યારે અમૂર્ત સાથે મીરાંને લય જોડાઈ ગયા ત્યારે મહારાણા પ્રત્યે કઈ દિલચસ્પી ન રહી. મીરાં પાગલ બની ગઈ અમૂર્ત પ્રત્યે. તેણે મૂર્તને ત્યાગ કર્યો. વર્તમાન છેડયો. જે પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેના પ્રત્યે તેના મનમાં કોઈ આકર્ષણ ન રહ્યું.
સંપૂર્ણ સંત સાહિત્યમાં મૂર્ત તરફ થનાર પ્રિયતાને સમાપ્ત કરવાનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર રહ્યું છે–અમૂર્ત પ્રત્યે પ્રિયતા ઉત્પન્ન કરવી.
આ શૃંખલામાં બીજું સૂત્ર છે—શરણ. ત્રીજુ સૂત્ર છે–અમૂર્તનું ધ્યાન.
ચેથું સૂત્ર છે–સાક્ષાત્કારની ઉત્કટ અભિલાષા-મળવાની ઉત્કટ અભિલાષા જાગી જાય છે. તડપ જાગી જાય છે. મીરાં પોતાના પ્રિયતમને, પિતાના ભગવાનને મળવા ઇરછે છે. એમનો વિયોગ તે સહન નથી કરી શકતી. જયાચાર્ય પણ કહે છે-“તુલ મિત્ર મુક્ષ મન મો' પ્રભુ! મારા મનમાં એક ઉમંગ જાગી રહી છે. હું પ્રભુને મળવા ઈચ્છું છું. સાક્ષાત્કાર કરવા ઈચ્છું છું.
પાંચમું સૂત્ર છે—સુમિરન.
આ પાંચ સૂત્રે જ્યાચાથે પ્રસ્તુત કર્યા છે. સંત સાહિત્યની પરંપરામાં આ પાંચેય સૂત્ર ઉપલબ્ધ છે. કબીર, સૂરદાસ, મીરાં, જાયસી–બધાના સાહિત્યમાં એને સ્વીકૃતિ પ્રાપ્ત છે.
પ૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org