________________
પ્રીતિ જેડાતી નથી, ત્યાં સુધી નાની સુંદરીને છોડી નથી શકાતી–એ નાની સુંદરી સાથે જોડાયેલી પ્રીતિને તેડી શકાતી નથી. કેઈ મહાન આકર્ષણ (પ્રેરક બળ) સામે ન હોય તે નિમ્ન કક્ષાનું આકર્ષણ છેડી શકાતું નથી. મહાન આકર્ષણના પ્રવેશ સાથે જ નિમ્ન આકર્ષણ આપોઆપ અદશ્ય થઈ જાય છે. તેને માટે બીજા પ્રયાસની જરૂર નથી રહેતી. આ “મનુરાજ વિરાજ:' ને સિદ્ધાંત છે. આ વેગનું, અધ્યાત્મનું ઘણું મહાન સૂત્ર છે. એક પ્રત્યે અનુરાગને અર્થ છે, અને પ્રત્યે વિરાગ. એકના પ્રત્યે વિરાગને અર્થ છે, અને પ્રત્યે અનુરાગ. જેને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યે અનુરાગ છે, તેને ચૈતન્ય પ્રત્યે વિરાગ આપમેળે થઈ જાય છે. જેના મનમાં ચૈતન્ય પ્રત્યે અનુરાગ જાગી જાય છે તેના મનમાં શબ્દ વગેરે ઇન્દ્રિય વિષય પ્રત્યે વિરાગ થઈ જાય છે. બંને પ્રત્યે વિરાગ કે અનુરાગ નહિ થઈ શકે. બંનેમાંથી એક પ્રત્યે અનુરાગ રહેશે, એક પ્રત્યે વિરાગ થશે. બે માર્ગોમાં એકસાથે યાત્રા નથી થઈ શકતી. બે ઘેડા પર એકસાથે સવારી નથી થઈ શકતી. બે દિશાઓમાં એક સાથે નથી જઈ શકાતું. પૂર્વમાં જવાશે કે પશ્ચિમમાં અથવા ઉત્તરમાં કે દક્ષિણમાં. એકસાથે પૂર્વમાં અને પશ્ચિમમાં અથવા એકસાથે ઉત્તરમાં અને દક્ષિણમાં જવું અસંભવ છે. ચૈતન્યની દિશામાં પ્રસ્થાન થશે તો અચેતન્યની દિશામાં અગ્રસ્થાને રહેશે. અચેતન્યની દિશામાં પ્રસ્થાન થશે તો ચૈતન્યની દિશામાં અપ્રસ્થાન રહેશે.
અરિષ્ટનેમિન યાત્રા પથ બદલાઈ ગયું. શિવસુંદરી સાથે એની પ્રીતિ જોડાઈ અને સુંદરી રામતી તેમને માટે અર્થહીન બની ગઈ. શિવસુંદરી માટે અનુરાગ જાગ્યો અને આ તરફ રાજીમતી માટે વિરાગ પેદા થઈ ગયા.
અમૂર્ત પ્રત્યે પ્રિયતા
જ્યાં સુધી અમૂર્ત સૌન્દર્ય અને અમૂર્ત રમણીયતા પ્રત્યે અનુરાગ નથી જાગતા ત્યાં સુધી મૂર્ત સૌન્દર્ય અને મૂર્ત રમણીયતાને ત્યાગ નથી થઈ શકતો. સંતાએ ભગવાનની ઉપાસના એક સખાના રૂપમાં કરી છે. તે એક સ્ત્રી અથવા સુંદરીના રૂપમાં પણ કરી છે. આખરે કેઈપણ માણસ સૌન્દર્યને છેડી શકતો નથી. મધુરતા છોડી નથી શકતા. કોઈને કડવાશ ગમતી નથી. કુરૂપતા પ્રિય નથી. સાપેક્ષ કથન છે. જ્યારે વધુ સુંદરતા નજીક આવે છે ત્યારે ઓછી સુંદરતા વ્યર્થ બની જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org