________________
ગણેશે વિચાર કર્યો : “નિરાશ થવાથી શું વળે? મારે ચિન્તા નહિ પણ ચિન્તન કરવું જોઈએ; કેઈ ઉપાય જરૂર મળી જશે. - આચાર્ય તુલસીએ એક સૂત્ર આપ્યું: ‘ચિન્તા નહિ, ચિન્તન કરે. જે માણસ ચિન્તામાં ડૂબી જાય છે, તે પ્રથમ ક્ષણે જ હારી જાય છે; તેણે વિજયની આશા જ છેડી દેવી જોઈએ. જ્યાં જ્યાં ચિન્તાનાં વાદળો ઘેરાય છે, ત્યાં ત્યાં પરાજય વ્યક્તિને વ્યથિત કરી દે છે. જ્યાં ચિન્તામાંથી મુક્ત થઈ જવાય છે અને ચિન્તન આવી જાય છે, ત્યાં સફળતા ચરણ ચૂમવા લાગી જાય છે.
આ જ ભેદ છે પદાર્થ અને મૂછમાં. જે મૂછમાં ડૂબે તે પદાર્થમાં ડૂબનાર બની ગયે. મૂર્છાથી અલગ થતાં જ પદાર્થ પણ ઉપયોગી બની જાય છે. જે અન્તર આપણે પદાર્થ અને મૂછમાં રાખી શકીએ, તે અન્તર ચિન્તા અને ચિન્તનમાં મૂકી શકાય. ચિત્તાને જે માથે ન આવે. ચિન્તાના પાણીથી ભરેલો ઘડો આપણા મસ્તક પર ન લદાય; જે તે લદાઈ ગયે, તો આપણું ગતિ નરમ પડી જાય—મન્દ પડી જાય. ચિન્તન કરવાથી સફળતા આપોઆપ સામે આવીને ઊભી રહે છે.
ગણેશે ચિન્તા છોડીને ચિત્તનો આરંભ કર્યો; સમસ્યા પર કેન્દ્રિત-એકાગ્ર થયો. સંભવ છે એણે ચૈતન્ય-કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એને સમસ્યાનું સમાધાનનું સૂત્ર મળી ગયું. તે આનન્દ્રિત થઈ ગયો. . પ્રેક્ષા-યાનનું એક સૂત્ર છે. જ્યારે કોઈપણ જટિલ સમસ્યા સામે આવે, ત્યારે દશ મિનિટ સુધી આનન્દ કેન્દ્ર પર પીળા રંગનું ધ્યાન ધરો. સાધકને અનુભવ થશે કે સમસ્યાના સમાધાનનું સૂત્ર ઉપરથી નીચે ઊતરી રહ્યું છે.
ગણેશને સફળતાનું સૂત્ર મળી ગયું. તેણે તરત જ શિવની પરિક્રમા પ્રારંભ કરી દીધી. ત્રણ પરિક્રમા કરી તે બેસી ગયા. કાર્તિકેય મોડેથી પહોંચ્યો. ગણેશને ત્યાં બેઠેલે જેઈને પિતાના વિજય પર પ્રસન્ન થયો; વિચાર્યું “આ બુદ્ધ છે; અહીં બેઠો છે. બિચારે જાય પણ કેવી રીતે. પૂજા મને મળશે; પુરસ્કાર મને જ મળશે.”
ગણેશે કહ્યું: “પહેલાં મેં પરિક્રમા કરી છે; પુરસ્કાર મને મળવા જોઈએ. કાર્તિકેયે કહ્યું : “તું જો છે. ઉંદર પર કેવી રીતે પરિક્રમા કરી
૫૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org