________________
આવ્યો ? મેં ત્રણ લોકની પરિક્રમા કરી છે. હું વિજયી છું. તું હારી ગયો; હું જીતી ગયો.”
કાર્તિકેય અને ગણેશ વચ્ચે વિવાદ થવા લાગ્યો. મહાદેવે ગણેશને કહ્યુંઃ “ગણેશ, તું તારી પોતાની વાત સિદ્ધ કરી બતાવ. ગણેશે કહ્યું : “મેં તમારી પરિક્રમા કરી. તમારામાં ત્રણે લેક સમાયેલાં છે. શિવથી ભિન્ન કઈ સંસાર નથી. સમગ્ર સંસાર શિવમાં સમાયેલાં છે. શિવની પરિક્રમા કરવી, એને અર્થ સંસારની પરિક્રમા કરવી.”
મહાદેવે ગણેશની વાતનું સમર્થન કર્યું. ગણેશ જીતી ગયે. કાર્તિકેય હારી ગયે.
જે વ્યક્તિ પિતાની પરિક્રમા કરી લે છે, પોતાના ચૈતન્યની પરિક્રમા કરી લે છે, તે જીતી જાય છે. ચૈતન્યમાં બધું સમાયેલું છે. ચૈતન્ય જગતની પરિક્રમા કરનાર જીતી જાય છે. અને પદાર્થ જગતની પરિક્રમા કરનાર હારી જાય છે. મનુષ્યને સ્વભાવ જ એવો છે કે તે પદાર્થનું અને સમસ્ત સંસારનું ચક્કર લગાવવા ઈચ્છે છે; તેને ક્યારેય સફળતા નથી મળતી. જેણે ચૈતન્યની પરિક્રમા કરી લીધી, પિતાના શિવની પરિક્રમા કરી લીધી, પિતાના મહાદેવની પરિક્રમા કરી લીધી, તે સફળ થઈ ગયો. પતાને અનુભવ
આપણી સમગ્ર સફળતાનું સૂત્ર છે– સ્વયં ચૈતન્યનો અનુભવ. ચૈતન્યને અનુભવ કરવાથી ઈન્દ્રિયોની સમસ્યા, મૂછ અને રાગ-દ્વેષની સમસ્યા, પ્રિયતા અને અપ્રિયતાના સંવેદનની સમસ્યા આપમેળે સમાપ્ત થઈ જાય છે. એનાથી તટસ્થ ભાવ જાગ્રત થાય છે, અને સમતા જાગ્રત થઈ જાય છે. તેના જાગ્રત થવાથી દુઃખનાં બધૂને આપોઆપ તૂટી જાય છે; અતૃપ્તિ અને આકાંક્ષા દ્વારા પેદા થનાર બન્ધને અને દુઃખ પિતાના મોતે મરે છે; વ્યક્તિ એક નવા સંસારને અનુભવ કરે છે. તેવા અનુભવની સૃષ્ટિમાં પ્રવેશ કરીને તે આ ભાષામાં બોલી ઊઠે છે: સંસારની પરિક્રમા કરીને જે પ્રાપ્ત નહિ થયું, જે નહિ મળ્યું, તે સ્વયંની પરિક્રમા કરીને બધું જ મળી જાય છે–ને જેના મળી જવાથી તે પછી બીજી કોઈ વસ્તુ મેળવવાની આકાંક્ષા બાકી રહેતી નથી.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org