________________
ચિત્તની સક્રિયતા
સાધનાના ક્ષેત્રમાં દૃષ્ટિકોણ ભિન્ન નથી હોતો. દર્શનના ક્ષેત્રમાં દષ્ટિકોણ ભિન્ન હોઈ શકે છે. જ્યાં સાધનાને પ્રશ્ન છે, ત્યાં વેદાન્તને દષ્ટિકોણ પણ આ જ છે, કે આપણે કેવળ ચૈતન્યનો અનુભવ કરીએ. જૈન દર્શનને દૃષ્ટિકોણ પણ આ જ છે કે આપણે માત્ર ચૈતન્યને અનુભવ કરીએ. ઈન્દ્રિો પર વિજય પ્રાપ્ત કરવાને સહજ-સરલ માર્ગ છે ચૈતન્યનો અનુભવ કરવો. આ કાયોત્સર્ગ ચૈતન્યના અનુભવની પ્રક્રિયા છે શરીરના કણેકણમાં ચિતને લઈ જઈએ અને તેમાં ચૈતન્યને અનુભવ કરીએ. - શરીર પ્રેક્ષામાં પણ પ્રત્યેક અવયવમાં ચૈતન્યને અનુભવ કરાયા છે. આ પ્રક્રિયાથી જ્ઞાનતંતુઓને સક્રિય તથા નાડી-સંસ્થાનને જાગ્રત કરવામાં આવે છે.
આખરે લક્ષ્ય એક છે-ચિત્તને સક્રિય કરવું; ચૈતન્યને જાગ્રતા કરવું, ચૈતન્યને અનુભવ કરવો.
જ્યારે ચૈતન્યનો અનુભવ થાય છે, પિતાની પરિક્રમા થાય છે ત્યારે ઇન્દ્રિયો આપમેળે વિજિત થઈ જાય છે, મૂછની ધાર વિછિન્ન થઈ જાય છે. આવશ્યક છે પિતાની પરિક્રમા કરવાનું.
સ્વયંની પરિક્રમા
મહાદેવજીએ પોતાના બન્ને પુત્રોને કહ્યું : “જાઓ, ત્રણ લેકની પરિક્રમા કરી આવો. જે પહેલો આવશે એને પુરસ્કૃત કરવામાં આવશે–તે વિજયી બનશે; અને જે પછીથી આવશે તે પરાજિત માનવામાં આવશે.” બે પુત્રો-એકનું નામ ગણેશ અને બીજાનું નામ કાર્તિકેય. કાર્તિકેયને ખૂબ આનંદ થયો. તેણે વિચાર્યું: ‘મારું વાહન મયૂર છે. તે ખૂબ જ શક્તિશાળી અને તીવગામી છે. હું જ વિજયી થઈશ.” ગણેશે વિચાર્યું : મારું વાહન ઉંદર છે; હું કેવી રીતે પરિક્રમા કરી શકીશ? હું તે ભારેખમ ને ઉંદર તે નાનકડું. વિજયી થવાને પ્રશ્ન જ નથી. તે નિરાશ થઈ ગયો.
કાર્તિકેય પિતાના વાહન પર બેઠો અને ત્રિલોકની પરિક્રમા કરવા નીકળી પડ્યો,
મ-૪
૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org