________________
છે, ત્યારે ય ય રહી જાય છે; હેય અને ઉપાદેયની સીમા જુદી થઈ જાય છે.
વિવર્તવાદ | વેદાન્ત એક સિદ્ધાન્તને વિકાસ કર્યો છે. તેને “વિવર્ત-સિદ્ધાન્ત' કહેવામાં આવ્યો છે. તે પ્રમાણે કેવળ ચૈતન્ય જ સત્ય છે; સંસાર સમગ્ર અસત્ય છે, માયા છે, પ્રપંચ છે. માણસ ભ્રાંતિમાં જીવે છે. કેઈક માણસ અંધકારમાં જ હોય છે. ત્યાં દેરી પડેલી હોય અને તે માની લે છે કે એ તો સાપ છે; અને સાપના ભયથી તે ભાગવા માંડે છે. દોરીમાં સાપનો ભ્રમ થઈ ગયો. દોરી સાપની જેમ કદી કરડી શકતી નથી; પરન્તુ ભ્રાતિ કે મિથ્યા ધારણાને કારણે દેરીમાં સાપનું આપણું કરવામાં આવે છે. તેવી જ રીતે સમગ્ર વસ્તુ-જગત મિથ્યા ધારણું છે. વાસ્તવમાં ચૈતન્ય જ યથાર્થ છે. આ એક દષ્ટિ છે.
અને વાસ્તવિક
જૈન દર્શન અનુસાર ચેતન પણ વાસ્તવિક છે અને અચેતન પણ વાસ્તવિક છેઃ બને વાસ્તવિક છે. અચેતન ભ્રમ નથી. જેમ ચેતનનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તેવી જ રીતે અચેતનનુંય સ્વતન્ન અસ્તિત્વ છે. બન્નેના અસ્તિત્વમાં કેઈ અન્તર નથી; અને વાસ્તવિક છે, યથાર્થ છે.
સાધનાની દૃષ્ટિએ બન્નેમાં કેઈ અન્તર નથી રહેતું; અન્તર રહે છે સ્વયંને પરિપાર્શ્વમાં.
શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછયું: “સોમાંથી એકાવન નીકળી જાય તે બાકી શું રહે ? જવાબ જુદા જુદા મળ્યા. એકે કહ્યું: “એગણપચાસ બચશે. એક ઉદ્યોગપતિના દીકરાએ કહ્યું : “બાકી કશું જ રહેશે નહિ; સમગ્ર કંપની ડૂલ થઈ જશે.”
જેની પાસે એકાવન ટકા શેર છે, તે કંપનીને માલિક હોય છે. બહુમતના હાથમાં માલિકી આવી જાય છે. બાકીનાઓના હાથમાં કશું રહેતું નથી. સત્તા એકાવન ટકાના હાથમાં આવી જાય છે; પાછળ રહે છે વિરોધી દળ, જેના હાથમાં સત્તા નથી રહેતી.
આ દરેકને પોત-પોતાને દષ્ટિકેણ છે.
४८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org