________________
પાછળ આવી રહી છે, તે મારા કરતાં પણ સુન્દર છે.' આટલું સાંભળતાં જ એ યુવક ત્યાં જ થેાભી ગયા; ને પેલી છેાકરી આગળ નીકળી ગઈ. પાછળથી એક ખીજી છેકરી આવી. યુવકે જોયું. તે કુરૂપ અને ખેડાળ હતી. યુવકે વિચાર્યું —દગા થયા છે. ત્યાંથી તે દાડચો અને પ્રથમ છેાકરી પાસે પહેાંચીને ખેલ્યા : તમારી બહેન તા ઘણી જ કુરૂપ છે. હું તમારી સાથે જ રહેવા ઇચ્છું છું. તમારા પર મને અપાર પ્રેમ છે.' તે ખાલી : ‘તમે અસત્ય ખાલે છેા. જો મારા પર પ્રેમ હેાત તા તમે કદી પાછળ નહિ રહેતે. તમારા પ્રેમ મારી સાથે નહિ પરન્તુ રૂપ અને સૌન્દર્ય સાથે છે. પાછળ આવતી છેકરી કુરૂપ તે ખેડાળ જોવા મળી એટલે મારી પાછળ આવ્યા. જો તે છેાકરી મારા કરતાં વધુ રૂપાળી હેત તા તમે મારી પાસે કદી ન આવત.'
આ પ્રિયતા અને અપ્રિયતાના ભાવ વ્યક્તિને કદી તટસ્થ નથી રહેવા દેતા.
મારા મિત્રને એ વાત સમજમાં આવી ગઈ કે જ્યાં સુધી વસ્તુજગત પ્રત્યે, ઇન્દ્રિય-વિષયા પ્રત્યે આપણા પ્રિયતા અને અપ્રિયતા ના ભાવ સમાપ્ત નથી થતા, ત્યાં સુધી તટસ્થતા ફલિત થતી નથી. એવી વ્યક્તિ મધ્યસ્થ નથી થઈ શકતી; એનામાં સમતા કદીય અવતરિત નથી થઈ શકતી.
તટસ્થતા કેવી રીતે ?
પૂછવામાં આવ્યું : ‘તટસ્થતા કેવી રીતે સંભવ છે?' મેં કહ્યું : ‘તટસ્થતા ઇન્દ્રિય-સંવર દ્વારા આવે છે. જે વ્યક્તિએ ઇન્દ્રિય-સંવર સાંધી લીધા છે, તે તટસ્થ બની જાય છે. જ્યારે મનથી પ્રિયતા અને અપ્રિયતાને ભાવ સમાપ્ત થઈ જાય છે, ત્યારે પદાર્થ પદાર્થ માત્ર રહી જાય છે, પ્રાણી પ્રાણી માત્ર રહી ય છે. આપણે ઘણી વાર એવું કહી દઈએ છીએ કે સારી વસ્તુ પ્રત્યે અમારી પ્રિયતા જોડાયેલી છે અને નઠારી વસ્તુ જોડે અમારી અપ્રિયતા જોડાયેલી છે—આ ભ્રાન્તિ છે. પ્રિયતાને કારણે વસ્તુ રુચિકર લાગે છે અને અપ્રિયતાને કારણે વસ્તુ અરુચિકર લાગે છે. પ્રિયતા અને અપ્રિયતાના સસ્કાર ધાવાઈ (મટી) જાય ત્યારે વસ્તુ વસ્તુ જ રહે છે—પદાર્થ પદાર્થ જ રહે છે અને યથાર્થ યથા જ રહે છે. શું એવું બનવા સ ંભવ છે ખરેા કે પ્રિયતા-અપ્રિયતાના ભાવ સમાપ્ત થઈ જાય ? ધણું સંભવ છે. જો આપણે પ્રાયેાગિક જીવન જીવીએ તા
Jain Educationa International
૪૨
For Personal and Private Use Only
www.jainelibrary.org