________________
અને એક ક્ષણ એવી આવે છે કે સંપૂર્ણ બંધ તૂટી જાય છે; બધું પાણી ફેલાઈ જાય છે.
સર્વ પ્રથમ તટસ્થતા વસ્તુ જગત પ્રત્યે હોય છે. જે વ્યક્તિ વસ્તુ-જગત પ્રત્યે તટસ્થ થઈ જાય છે, તે પ્રાણુ જગત પ્રત્યે તટસ્થ થઈ જાય છે. એક પિતાને બે પુત્ર છે. પિતા તટસ્થ નથી. મોટા પુત્રના મનમાં ફરિયાદ છે કે પિતા મારા નાના ભાઈ પ્રત્યે પક્ષપાત રાખે છે; મારા અધિકારોથી મને વંચિત કરે છે; પિતા પિતાના નાના પુત્રને સર્વ ધન આપી દેવા ઈચ્છે છે અને મોટા પુત્રને કશું આપવા ઈચ્છતા નથી. એમ શા માટે બને ? એવું એટલા માટે બને કે વસ્તુ-જગત પ્રત્યે તેના મનમાં તટસ્થતા નથી. એના મનમાં ચૈતન્યનું મૂલ્ય નથી; એના મનમાં પ્રાણીનું મૂલ્ય નથી; એના મનમાં મનુષ્યનું મૂલ્ય નથી, પદાર્થનું મૂલ્ય છે તે વિચારે છે કે જે મને પ્રિય છે, એને વધારે પદાર્થો મળે અને જે અપ્રિય છે, એને ઓછા પદાર્થો મળે. પદાર્થ-જગતની આ પ્રિયતાઅપ્રિયતા પ્રાણ-જગતમાં પણ પ્રિયતા અને અપ્રિયતાના રૂપમાં ઊતરી આવે છે. સર્વ પ્રથમ આપણી પ્રિયતા-અપ્રિયતા આપણું ઈન્દ્રિ સાથે જોડાયેલી છે. ઇન્દ્રિયો પાંચ છે. આપણે પ્રિય શબ્દ સાંભળવા ઈચ્છીએ છીએ, અપ્રિય શબ્દ સાંભળવા ઇચ્છતા નથી. પ્રિય શબ્દો પ્રત્યે અનુરાગ હેય છે અને અપ્રિય શબ્દ સાંભળતાં જ પગથી માથા સુધી અગ્નિજવાલા ભભૂકી ઊઠે છે. ગુલાબનું ફૂલ કે રાતની રાણી જ્યારે મહેકે છે ત્યારે નાકને બહુ ગમે છે. જ્યાં પ્રિયતા અને અપ્રિયતાને ભાવ છે, ત્યાં તટસ્થતા કેમ રહી શકે? જ્યારે શબ્દ પ્રત્યે આપણી પ્રિયતા અને અપ્રિયતા, રૂપ પ્રત્યે આપણી પ્રિયતા અને અપ્રિયતા, રસ અને સ્પર્શ પ્રત્યે આપણી પ્રિયતા અને અપ્રિયતા છે, ત્યારે તટસ્થતા ક્યારેય સંભવિત નથી હોતી. જે વ્યક્તિ તટસ્થ બનવા ઈચ્છે છે, તેણે સર્વ પ્રથમ પ્રિયતા-અપ્રિયતાના ભાવથી મુક્ત થઈ જવું જોઈએ.
તટસ્થતાને અવરોધક
એક છોકરી જઈ રહી હતી. તે અત્યન્ત સુન્દર હતી એક યુવક એને પીછો કરવા લાગ્યો. છોકરીએ એને જોઈ લીધો. પાછી વળીને બેલીઃ “મારી પાછળ પાછળ કેમ આવી રહ્યા છે ?” તે બોલ્યોઃ “હું તમને પ્રેમ કરું છું.' છોકરી બેલીઃ “ઘણું સરસ; પરંતુ મારી બહેન
૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org