________________
પણ તટસ્થ રહી જ ન શકે. શું આપણે પોતાનો વિવેક પણ છોડી દઈએ? મનુષ્યને એટલી બુદ્ધિ મળી છે, એટલે વિવેક મળે છે કે તે સારાને સારું અને ખરાબને ખરાબ જાણું બતાવે, સારા પ્રત્યે પ્રિયતાને ભાવ સંપાદિત કરે અને બૂરા પ્રત્યે અપ્રિયતાનો ભાવ રાખે–આ વિવેક છે; આ બુદ્ધિનું પરિણામ છે. આ વિવેકબુદ્ધિને ત્યાગ એટલે પશુ બની જવું–પશુની કેટિથી પણ નીચે જતા રહેવું. એટલા માટે એ આરોપ બરાબર નથી, કે આવું કરીને હું પિતાની તટસ્થતા છોડી રહ્યો છું.”
તર્કની પિતાની સીમા હોય છે. તર્કના ક્ષેત્રમાં સ્વીકાર કરવાની વાત નથી હોતી. વિશ્વમાં એવું કશું જ નથી, જેનું તર્કના આધારે સમર્થન ન કરી શકાય અને તર્કને આધારે ખંડન ન કરી શકાય. દરેક વાતનું સમર્થન તર્કને આધારે કરી શકાય છે અને દરેક વાતનું ખંડન પણ તકને આધારે કરી શકાય છે. તેનું કામ જ છે સચ્ચાઈને
સ્પર્શ ન કરવો; ખંડન-મંડનને સ્પર્શ કરતા રહેવું. તર્કને પિતાનું કામ હોય છે. જેને તર્ક એટલે પ્રબળ, તેટલા પ્રમાણમાં તે વાત મંડિત થઈ જાય છે; ને જેને તર્ક એટલે નિબળ તેટલા પ્રમાણમાં તે વાત ખંડિત થઈ જાય છે. સચ્ચાઈ સાથે આને કોઈ સંબંધ નથી. બસ, તર્કની પ્રબળતા જોઈએ. આપણે બધા તર્કની જાળમાં ફસાઈ ગયેલા છીએ. બુદ્ધિને પરમાત્મા માનીને ચાલનાર આ વાતને અસ્વીકાર કેવી રીતે કરે ? અખહિત તટરથતા ક્યારે ?
મારો મિત્ર મારી વાતને સ્વીકાર ન કરી શક્યો. મારો મિત્ર મારી વાત માનતા નથી–એનું મને દુઃખ ન થયું. સ્વાભાવિક છે, આ ધરાતલ (સ્તર) પર ચાલનાર દરેક વ્યક્તિ આ સત્યને અસ્વીકાર કરશે. તેણે પૂછયું : “જે પદાર્થ પ્રત્યે આપણી તટસ્થતા નથી હોતી તે શું આપણે તટસ્થ ન થઈ શકીએ ?” ' મેં કહ્યું : વસ્તુ-જગત પ્રત્યે જેઓ તટસ્થ નથી રહી શકતા તેઓ ચૈતન્ય-જગત પ્રત્યે પણ કદીય તટસ્થ રહી શકતા નથી; પ્રાણ- જગત પ્રત્યે કદીય તટસ્થ રહી શકતા નથી. તટસ્થતા એક સ્થાન પર ખંડિત હોય છે, તો તે પછી દરેક સ્થાને ખંડિત થતી ચાલી આવે છે; પછીથી તે કદીય અભંગ અને અખંડ રહી શકતી નથી. બંધમાં એક છિદ્ર પડી જાય પછી તો તે છિદ્ર વિશાળ–વિસ્તૃત થતું જ જાય છે;
૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org