________________
તટસ્થ કયો છે?
આ સ્થિતિમાં મારા મિત્રનું કહેવું અસ્વાભાવિક નહોતું કે તે તટસ્થ નથી, આ મિથ્યા આરોપ છે; વ્યવહારના ધરાતલ પર આ વાત સાચી છે. મેં વ્યવહારથી દૂર જઈને અંતર જગતના દરવાજા ખોલીને ચર્ચા આગળ વધારી. દરેક વ્યક્તિ આ સંદર્ભમાં પોતાની જાતને જુએ, આત્માલોચન કરે. ત્યારે મેં કહ્યું? મિત્ર! તમે ભોજન કરે છે? તેણે કહ્યું : અવશ્ય કરું છું. ભોજન વિના જીવન કેવી રીતે ચાલે ? કોણ છવધારી ભજન નથી કરતો ? જીવવા માટેની અનિવાર્ય શરત ભેજન” છે.
ભોજન કરે છે, તે સ્વાદ પણ લે છે ? હા, સ્વાદ જરૂર લઉં છું.” કંઈક સારું પણ લાગે છે ને કંઈક ખરાબ પણ લાગે છે ને ?
હા એમ લાગે છે. મનુષ્ય છું, પશુ નથી. પશુ પણ ખેરાકમાં પસંદગી કરે છે. તેઓ બધા જ પ્રકારનું ઘાસ નથી ખાતાં. પસંદગી કરે છે. હું પણ ભેજનમાં પસંદગી કરું છું. બધું નથી ખાતો. સ્વાદિષ્ટ ભેજન જમું છું. સ્વાદ કેમ ન લઉં ? જીભ મળી છે; સ્વાદના જ્ઞાનતંતુઓ મળ્યા છે; ને તેથી ભોજન સારું લાગશે અને ખરાબ પણ લાગશે. સારા પદાર્થો ભોજનમાં લઉં છું; ખરાબ છોડી દઉં છું. જ્યારે મનભાવતું સારું ભોજન સામે આવે છે ત્યારે મન પ્રફુલ્લિત ને પ્રસન્ન થઈ જાય છે; એથી ખૂબ જ તૃપ્તિ થાય છે; પ્રિયતાને ભાવ જાગે છે. જ્યારે અરુચિકર ભોજન સામે આવે છે ત્યારે મોઢું મચકોડાઈ જાય છે; અપ્રસન્નતા પેદા થાય છે, ક્રોધ પણ આવી જાય છે.”
ત્યારે મેં મિત્રને કહ્યું: “મિત્ર! તો પછી તમે તટસ્થ ક્યાં રહ્યા? તમે કહો , તટસ્થ છું. એ બરાબર નથી. એક બાજુ પ્રિયતાને ભાવ રાખો છો, બીજી બાજુ અપ્રિયતાને ભાવ રાખે છે. એકને સારું માને છે, એકને ખરાબ-અપ્રિય. એકના આગમનથી રોમ-રોમ પુલકિત થઈ જાય છે, અને બીજાના આગમનથી મન ઉદાસ થઈ જાય છે– તિરસ્કાર આવે છે. આ સ્થિતિમાં તમે તટસ્થ ક્યાં રહ્યા ? તકની જાળ
તે મિત્રે કહ્યું : “શું આ બધાથી તટસ્થતા ખંડિત થાય છે ? જે આનાથી પણ તટસ્થતા ખંડિત થતી હોય તો પછી દુનિયામાં કઈ
૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org