________________ તમે તટસ્થ નથી દીવા તળે અંધારું મારા મિત્રને કહ્યું તમે તટસ્થ નથી. તેને ખૂબ ખોટું લાગ્યું. કોઈ માણસને કહેવામાં આવે કે તમે તટસ્થ નથી, પક્ષપાતી છે, તે એને ખૂબ ખોટું લાગે છે. દરેક વ્યક્તિ પોતાની જાતને તટસ્થ પ્રમાણિત કરવા ઇચ્છે છે. કોઈ એવું ઈછતું નથી કે લેકે તેને પક્ષપાતી કહે. આ લાંછન તેને સ્વીકાર્ય નથી. પક્ષપાત કરનાર પણ પિતાને પક્ષપાતી કહેવડાવવા નથી. તે એને સહન નથી કરી શકતે. મિત્રે મને પૂછયું કે તમે કેવી રીતે કહે છે કે હું તટસ્થ નથી? બધી જ બાબતોમાં તટસ્થતા જાળવું છું; કોઈ સાથે પક્ષપાત નથી કરતો. પછી આ આરોપ મારા પર શાને? મિત્રનું કહેવું પણ યોગ્ય હતું. દરેક વ્યક્તિ આ આધારે પિતાનું ઔચિત્ય સ્થાપિત કરે છે. મેં કહ્યું? ઘણીવાર એવું બને છે કે પ્રકાશની નીચે અંધકાર છુપાયેલો રહે છે. દીવા તળે અંધારું'—આ પ્રસિદ્ધ કહેવત છે. પિતાની ઓળખ આપણે જાતે જ શોધીઓ-ક્યાંક આપણું પોતાના જ પ્રકાશની નીચે અંધકાર તો નથી છવાયેલે ને ? બીજાને જાણવા-ઓળખવા અત્યન્ત સરળ છે; પરંતુ પોતાની જાતને જાણવી, સ્વયંને ઓળખવું, એ ખૂબ જ મુશ્કેલ છે. બીજાઓની બાબતમાં આપણું ધારણુઓ ખૂબ જ નિશ્ચિત હોય છે. આપણું સિદ્ધાંત ખૂબ જ સ્પષ્ટ હોય છે. પિતાની બાબતમાં આપણી ધારણા એકપક્ષીય (સ્વપક્ષીય) હોય છે. દરેક બાબતમાં એવો તર્ક થાય છે કે સારો છું; હું કોઈ ભૂલ નથી કરતો, હું તમારા જેવો નથી, જે બીજાની વાતોમાં આવી જાઉં કે એવું કહ્યું. આ તર્કબધા સમક્ષ પ્રખર રૂપે રહે છે. પિતાની દુર્બળતા સ્વીકારવી, એ એને માન્ય નથી. હજારોમાંથી એવી કોઈ વ્યક્તિ વિરલ મળી આવશે, જે એ સત્યને સ્વીકાર કરે કે પોતાનામાં કાઈ નબળાઈ કે દુર્બળતા છે. કોઈક વાર તે શાબ્દિક રીતે સ્વીકાર કરી પણ લે છે, પણ તેને અંતરાત્મા સાક્ષી નથી પૂરતો કે તે એવો છે. હૃદયમાં એ જ તર્ક ચાલે છે કે પિતાને કઈ દેશ નથી; વાતાવરણને કારણે મારે આમ કરવું પડયું; લાચાર થઈને આવું કરવું પડ્યું. “પોતે દુર્બળ છે–એ બાબતને સ્વીકાર કરવા માટે તેને અંતરાત્મા તૈયાર નથી થતા. 38 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org