________________
જેમ જેમ અનુમસ્તિષ્કનું સૂત્ર વિજ્ઞાનીઓના હાથમાં આવી રહ્યું છે, તેમ તેમ બધી ભાવનાઓ બદલાઈ રહી છે. અધ્યાત્મ પણ મસ્તિષ્કના નિયંત્રણનું સૌથી મોટું સૂત્ર છે. આજે જે નિયંત્રણ યંત્રો દ્વારા નથી કરી શકાતાં તે નિયંત્રણ અધ્યાત્મ દ્વારા કરી શકાય છે.
કહેવાય છે કે ભગવાન મહાવીરને એક રાત્રિમાં વીસ મરણાંતિક કષ્ટો થયાં. એમણે એ તમામ કષ્ટ હસતાં હસતાં સહી લીધાં. તેઓ હસતા રહ્યા. કષ્ટ આવતાં રહ્યાં, અને જતા રહ્યાં. એમને દુઃખને અનુભવ જ ન થયા. આવું બન્યું. પણ શંકા આવે છે કે શું આવું બનવું સંભવ છે? હા, સંભવ છે. પણ એવું એવી વ્યક્તિ માટે સંભવ છે, જેને મસ્તિષ્કના નિયંત્રણનું સૂત્ર હાથ લાગી જાય. એવી વ્યક્તિને એક રાત્રિમાં વીસ નહિ, પણ પ્રત્યેક પળે મરણાંત કષ્ટ આપવામાં આવે, તે પણ તે વ્યક્તિ અવિચલ ભાવથી એ સર્વ કષ્ટોને સહન કરી લેશે.
ધ્યાનની પ્રક્રિયા એ મસ્તિષ્કના નિયંત્રણ સૂત્રને સમજવાની પ્રક્રિયા છે–રહસ્યોને ઉદ્ઘાટિત અને અનાવૃત કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા સંવેગ-રસોને વિકાસ થાય છે અને ઇન્દ્રિય-રસોને હાસ થાય છે.
પ્રાચીન ગ્રંથોમાં “કરસની ચર્ચા જોવા મળે છે. આજે શરીરશાસ્ત્રની દષ્ટિએ ગ્રંથિ-સ્ત્રાવનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. રસાયણેની ચર્ચા જોવા મળે છે. જે આજે કર્મશાસ્ત્રના આધારે સત્યની શોધ કરવામાં આવે, તો કમરસાયણ અથવા કર્મ-વિપાકની તુલના ગ્રંથિ-સ્ત્રાની સાથે કરી શકાય છે.
પિટ્યુટરી અને પિનિયલ–આ બંને ગ્રંથિઓથી જે હર્મન્સ બને છે જે રસને સ્રાવ થાય છે, તે જીવનનાં તમામ કાર્યોને નિયંત્રિત કરે છે.
ભૂમિકા-ભેદની યથાર્થતા
એક વ્યક્તિમાં વિકારની ભાવના જાગે છે–વાસના જાગે છે. પુરુષને સ્ત્રી સારી લાગે છે; સ્ત્રીને પુરુષ સારો લાગે છે. શું આપ એમ સમજે છે કે ચામડીને કારણે આવું થાય છે? શું રૂપ-રંગને કારણે એવું થાય છે? ના. એ બધું રસાયણ દ્વારા–રસાયણને કારણે થાય છે. જે ગ્રંથિઓના સ્ત્રાવને બદલી નાખવામાં આવે તો રૂપવતી યુવતી પણ સામે આવે તે પુરુષને તે માટીની પૂતળી સિવાય બીજું કશું લાગશે
૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org