________________
નવી શોધ : નવી સંભાવના
આજે એક એવી પદ્ધતિની શોધ કરવામાં આવી રહી છે કે જેનાથી મસ્તિષ્કની પાછળ ભાગ જાગ્રત કરી શકાય; વિદ્યુતના સાધારણ ઝટકા આપીને તેને સક્રિય બનાવી શકાય; એના સક્રિય થવાથી કૃત્રિમ હર્ષ ને કૃત્રિમ શોક પેદા કરી શકાય છે.
એક વ્યક્તિની સમક્ષ ભયાનક શાક-દુઃખની ઘટના બને છે; પરન્તુ અનુમસ્તિષ્ક પર ઇલેકટ્રેિડ લગાવીને તે વ્યક્તિને પરમ પ્રસન્નતાની સ્થિતિનો અનુભવ કરાવાય છે. તે ઘટનાથી વિસંબંધિત બની જાય છે. હકીકતમાં ઘટનાને કારણે શોક થતું નથી–હર્ષ થતો નથી. હર્ષ કે શેક રસાયણો દ્વારા થાય છે. ઘટનાઓ દ્વારા ઘટિત થતા નથી. આપણે ભ્રાન્તિવશ કહી દઈએ છીએ કે ઘટના બની અને શાક ઉત્પન્ન થઈ ગયે; પ્રસંગ બને ને હર્ષ પેદા થયો. કૃત્રિમ પદ્ધતિથી હર્ષ કે શોક પેદા કરી શકાય છે.
એક વ્યક્તિ સમ્પન છે. ચારે તરફ સન્નતાનું વાતાવરણ છે–સુખ ને સુખનું જ વાતાવરણ છે; પરંતુ જે તે વ્યક્તિને ઇલેકટ્રેડ લગાડીને અનુમસ્તિષ્કના અમુક ભાગ સક્રિય બનાવી દેવામાં આવે તો તે સમ્પન્ન વ્યક્તિ પણ શેકસાગરમાં ડૂબી જશે–ચારે તરફથી તે શોકને વાતાવરણથી ઘેરાઈ જશે.
એવી જ રીતે શેકથી સંતપ્ત વ્યક્તિમાં આ પદ્ધતિથી હર્ષનું વાતાવરણ સર્જી શકાય—તેને હર્ષ સિવાય અન્ય કશું જ દેખાશે નહિ.
આજે કૃત્રિમ હર્ષ-શેક પેદા કરી શકાય છે; કૃત્રિમ સુખ-દુઃખ પેદા કરી શકાય છે; કૃત્રિમ સંજ્ઞા-ન્યતા પેદા કરી શકાય છે. હવે મેજર
પરેશન વખતે દર્દીને સંજ્ઞાશન્ય બનાવવા માટે એનેસ્થેશિયાને પ્રયોગ કરી શકાય છે. દર્દીને મૂછિત કર્યા સિવાય એનું ઓપરેશન થઈ શકતું નથી. મૂછી લાવનાર અનેક દવાઓ પ્રચલિત છે; પરંતુ આગામી દાયકાઓમાં કોઈપણ પ્રકારના એનેસ્થેશિયાને પ્રવેગ જરૂરી નહિ હશે. ઈલેક્ટ્રિોડથી શરીરના કેઈપણ ભાગને શૂન્ય કરી શકાશે. વેદના પેદા કરનાર જે કેન્દ્ર છે, તેને નિષ્ક્રિય કરવામાં આવશે. પછી ભલે ને શરીરના ટુકડે-ટુકડા કરી નાખવામાં આવે, કોઈ પ્રકારનું કષ્ટ પડશે નહિ.
૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org