________________
પ્રવ્રજિત થવા માટે રાજી કરે; અને પત્નીઓ ઇચ્છે છે કે જન્ કુમારની દીક્ષા લેવાની ભાવનાને તેડી નાખીએ. બને તરફથી ૮ જામ્યો છે. એક યુવતીએ કહ્યુંઃ પતિદેવ ! ઘણું મેટી ભૂલ કરી રહ્યા છે, મોટા ભ્રમમાં છે; પાછળથી પસ્તાવું પડશે. જમ્બુ કુમાર બાલ્યા: “શા માટે પસ્તાવું પડશે ?” યુવતીએ સસ્મિત કહ્યુંઃ જમ્મુ કુમાર! આટલી મોટી મૂર્ખાઈ! વર્તમાનમાં જે પ્રાપ્ત છે તેને છોડીને ભવિષ્યના પ્રાપ્તવ્યની કલ્પના કરી રહ્યા છે. કેટલી બધી મૂઢતા! તે વ્યક્તિ હમેશાં દુઃખી થાય છે, જે વર્તમાનમાં પ્રાપ્ત ભાગોને ઠુકરાવીને કલ્પનાના ભેગમાં લપેટાઈ જાય છે; વર્તમાનનું છીનવાઈ જાય છે અને ભવિષ્યની ખબર નથી કે તે મળશે કે નહિ. આપ મોટી ભૂલ કરી રહ્યા છે. હું એક વાર્તા સંભળાવું છું
મસ્થળને એક ખેડૂત સાસરે ગયે. સાસરું હતું ફળદ્રુપ જમીનમાં. સાસરિયાઓએ એની આગતા-સ્વાગતા કરી. ત્યાં શેરડી ધણી થતી હતી. તેમણે તેને તાજો ગોળ ખવડાવ્યો; શેરડીનો રસ પિવડાવ્યો; ગોળના માલપૂડા ખવડાવ્યા. એણે ધરાઈને ભોજન કર્યું. તે બિચારો તે રણપ્રદેશમાં બાજરાના રોટલાઓનું ભોજન કરતો હતો. એણે કદી શેરડી જઈ નહતી. ગોળનું ગળ્યું ભેજન એને સ્વાદિષ્ટ લાગ્યું. તેણે શેરડીની ખેતીની માહિતી પ્રાપ્ત કરી. શેરડીના ટુકડા લઈને તે પિતાને વતન આવ્યો. બાજરાની વાવણી થઈ ચૂકી હતી. વરસાદે સાથ આપ્યો હતો. બાજરાનાં ખેતરો લહેરાઈ રહ્યાં હતાં. તેણે વિચાર્યું : બાજરો ખાતાં ખાતાં દાંત તૂટી ગયા; હવે તો ગોળની મીઠાઈ જ ખાવી જોઈએ. આખાય ખેતરમાં શેરડી જ કેમ ન રોપી દઉં !” તેણે અધ પાકેલી ફસલ (પાક) કાપવાનું શરૂ કરી દીધું. જોકેએ કહ્યું: “કસમયે પાક કેમ કાપી રહ્યા છે ?” તેણે કહ્યું: “તમને ખબર નહિ પડે. આ ઊભો પાક બેકાર છે; હું તે શેરડી વાવીશ. એની મા તમે નથી જાણતા હું જાણું છું.” એણે બધે જ ઊભો પાક કાપી નાખે. શેરડી રોપી દીધી. રણપ્રદેશમાં પાણી ક્યાંથી હોય ? ભરપૂર પાણી વિના શેરડીની ખેતી થાય કેવી રીતે? પહેલા પાક તો નષ્ટ જ થઈ ગયા હતા; અને પાણીના અભાવમાં શેરડી ઊગી જ નહિ. નહિ બાજરો અને નહિ શેરડી; ન અહીંના રહ્યા, ન ત્યાંના રહ્યા. – આ રીતે જ બૂકુમાર ! આપની સ્થિતિ પણ આવી જ છે. વર્તમાનમાં ઉપલબ્ધ સુખને છેડી રહ્યા છે; બાજરાની ઊભી ફસલ કાપી
૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org