________________
થાય છે–આ સાર છે અને આ અસાર છે; આ શાશ્વત છે અને આ અશાશ્વત છે; આ સુખ નજીવું છે ને આ સુખ મહાન છે. અન્તર દષ્ટિ જાગતાં જ વિવેક બુદ્ધિ જાગે છે.
અન્તર્ દષ્ટિનું જાગરણ
પ્રશ્ન છેઃ અન્તર્ દષ્ટિ જાગે કેવી રીતે ? જયાચાર્યું એક મહત્વપૂર્ણ સૂત્ર આપ્યું છે: “હુવા પુત્ર દૃષ્ટિ થાજો, વો હૈ મન મેર સમાન મસ્તિષ્કના પાછલા રહસ્યમય હિસ્સાને સક્રિય કરવાને–અન્ત દષ્ટિને પ્રાપ્ત કરવાને–એક મહત્વપૂર્ણ ઉપાય છે. એક પુદ્ગલ પર દષ્ટિ ટકાવવાને; આ છે–અનિમેષ પ્રેક્ષા. આપણે ખુલ્લી આંખે જોવાનું છે. આપણે કોઈપણ વસ્તુની પસંદગી કરીએ અને એને ખુલ્લી આંખે જોઈએ—-બિલકુલ અનિમેષ દષ્ટિ...કઈ પલક ઝપકી નહિ, આંખને પલકારાય ન થાય. નિર્નિમેષ નેત્રાથી અપલક એક વસ્તુને જોતા જઈએ. આ અનિમેષ ધ્યાન છે. હઠગમાં એને “ત્રાટક' કહેવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. એનાથી અનુમસ્તિષ્ક જાગે છે, શક્તિઓ જાગે છે. આગમનું વાક્ય છે જ જોવા નિવિવિ. ભગવાન મહાવીર એક પુદ્ગલ પર દષ્ટિ ઠેરવીને ધ્યાન ધરતા હતા. ધ્યાનની આ પદ્ધતિને ઉલ્લેખ મળે છે; પરિણામને ઉલ્લેખ નથી મળતો. એક પુદ્ગલ પર દષ્ટિ ઠેરવવાનું શું પરિણામ હોય છે, નિષ્પત્તિ શું હોય છે—એને ઉલ્લેખ સૂત્રોમાં નથી મળતો. જયાચાયે આ પદ્ધતિની સાથે સાથે એના પરિણામનો ઉલ્લેખ કરતાં લખ્યું છે : ધો છે મન મેં સમાન ઢો–એક પુદ્ગલ પર દષ્ટિ સ્થિર ટકાવી રાખવાથી મન મેરુની જેમ અચલ અને અપ્રકંપ બની જાય છે. પર્વત અડલ-અચલ હોય છે. મેરુ પર્વતરાજ છે. તે પર્વતમાં શ્રેષ્ઠ છે; તે કદી પ્રકંપિત થતો નથી. ગમે તેટલા મહાપ્રલયકારી ઝંઝાવાત આવે, પરંતુ મેરુ કદીય ચલાયમાન થતું નથી. જ્યારે એક પુદ્ગલ પર દષ્ટિ સ્થાપિત કરવાની સાધના સફળ થાય છે, ત્યારે મન પ્રશાંત થઈ જાય છે, તે કદી કેઈપણ પરિસ્થિતિમાં ઉલિત થતું નથી–પ્રકંપિત થતું નથી; પછી ભલે ને મધુર વાણુ સામે આવે, ભલે સુંદર રૂપ સામે આવે, ભલે સુવાસને અનુભવ થાય, ભલે ને મૃદુ-કેમલ સ્પર્શ થાય-સ્મૃતિ કે ક૯૫ના આવે પરન્તુ મનને આ મેર કદીય પ્રકંપિત થતો નથી, પ્રતાડિત થતું નથી. જ્યારે મનની આવી સ્થિતિ સર્જાય છે, ત્યારે મનનું પેલું ચૈતન્ય જાગે છે–પાછળનું મસ્તિષ્ક
૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org