________________
વા વન અવસી–તે દશા, તે અવસ્થા કયા દિવસે આવશે, જેમાં પહોંચી જતાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ—આ સુરતિઓ અને આ કલ્પનાઓ–એ બધાની મધુરતા સમાપ્ત થઈ જશે? એનાથી પ્રાપ્ત સુખ ફીક લાગવા માંડશે અને એક દિવસ નવા સુખને ઉદય થશે?— એવી દશા ક્યારે આવશે?
સુખ શું? શા માટે?
પ્રશ્ન થાય છે–શું એવી દશાના ઉદયની સંભાવના છે? શું એ દશા આવી શકે છે? એને જવાબ છે–હા. વર્તમાન વૈજ્ઞાનિક સંશાધનોથી એ ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રાચીનકાળમાં જે વાતો માત્ર કહેવામાં આવતી, તે વાતે આજે પ્રત્યક્ષ અનુભવની ભૂમિકા પર ઉતારી શકાય છે. એ જ વૈજ્ઞાનિક યુગની વિશેષતા છે. તે વાતો પરીક્ષણસિદ્ધ અને પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
સુખ શું છે? સુખ ક્યાં છે? સુખ તે આપણું મસ્તિષ્કમાં છે. એ કેવળ વિદ્યુત પ્રવાહ છે. શરીરમાં વિદ્યુત છે. જે આ વિદ્યુતની ગતિ અને સ્થાન બદલી નાખવામાં આવે તો સુખની બધી ભાવના બદલાઈ જાય. જ્યારે પણ બ્રેઈનશિંગ (Brain-Washing)-મગજની અંદર ધેલાઈ થાય છે ત્યારે બધી ધારણાઓ અને માન્યતાઓમાં પરિવર્તન આવી જાય છે. વર્તમાન રાજકારણમાં બ્રેઈન-વૈશિંગને પ્રયોગ વિશેષ થાય છે. મસ્તિષ્કની ધોલાઈ કરીને વિચારોને બદલવામાં આવે છે. આ પદ્ધતિ અર્વાચીન નથી; અતિ પ્રાચીન છે.
સુખ શા માટે થાય છે? સુખાનુભૂતિનું મૂળ કારણ છે–રસાયણ. આપણા શરીરમાં અનેક પ્રકારનાં રસાયણે છે. એ રસાયણો (chemicals કેમિકલ્સ) જ સુખ-દુઃખનું કારણ બને છે. જે એ રસાયણ ન હોય તે ન સુખ થાય, ન દુઃખ થાય. જે કેમિકલ-ચેઈન્જ (chemical-change) –રસાયણુ પરિવર્તન કરવામાં આવે તો સુખની ધારણું બદલાઈ જશે. ભય, શક, ઈર્ષ્યા, સંતાપ-આ બધાં રસાયણે દ્વારા નિર્મિત થાય છે. આપણે આન્તરિક રસાયણ પર ધ્યાન દેતા નથી. માત્ર બાહ્ય પરિસ્થિતિ બદલીને માણસને બદલવા ઈચ્છીએ છીએ. પરંતુ “ મૂતં ન ભવિષ્યતિ– ન કદી એવું થયું છે, ન કદાપિ એવું થશે. બાહ્ય પરિસ્થિતિને બદલીને આપણે થોડુંક તાત્કાલિક પરિવર્તન લાવી શકીએ છીએ. સામયિક
૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org