________________
બે વિદ્યાઓ છે; એક છે ત્યાગની વિદ્યા અને બીજી છે ભેગની વિદ્યા. એક તરફ ત્યાગ સાર છે તો બીજી તરફ ભેગ સાર છે. એ બંને તટોની વચ્ચે રહીને દરેક વ્યક્તિએ એ નિર્ણય કરવાનો હોય છે કે વાસ્તવમાં સાર શું છે? શું આપણુ પાસે એવું કોઈ સાધન છે, જેને દ્વારા આપણે આ નિર્ણય કરી શકીએ –વસ્તુસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકીએ ? - સાચો નિર્ણય અને નિષ્કર્ષ સુધી પહોંચવા માટેનું આપણુ પાસે
એક અત્યન્ત મૂલ્યવાન સાધન છે–અનુભવ.” બુદ્ધિથી આપણે સાચા નિર્ણય પર નથી આવી શકતા. બુદ્ધિ યા તર્ક દ્વારા આજ સુધી લોકોએ પૌગલિક જગતનું સમર્થન કે ખંડન કર્યું. તે સમર્થન પણ અધૂરું છે અને તે ખંડન પણ અધૂરું છે. તે સમર્થન યા ખંડનમાં કઈ પ્રાણવત્તા નથી. એક દિવસ બધાએ મરવાનું છે
હું કહું. કહેલી-સાંભળેલી વાતનું પુનરાવર્તન કરું કે “જગત અસાર છે; શરીર અનિત્ય છે; પરિગ્રહ તમામ પાપનું મૂળ છે; પૌદ્ગલિક પદાર્થ દુઃખ આપનાર છે; ભોગોમાં કાઈ સાર નથી”. આ વાતનું નિરંતર પુનરાવર્તન કરે અને જીવન એની વચ્ચે વીતાવતો રહે; તે તેથી કોઈ લાભ થતું નથી. પરિગ્રહ વિના માનવી એક ઈંચ પણ ચાલી શકતો નથી. રોટલી અને પાણી માટે પરિગ્રહ જરૂરી છે; કપડાં માટે પરિગ્રહ જરૂરી છે. સમગ્ર જીવનયાત્રા ચલાવવા માટે પરિગ્રહની અનિવાર્યતા છે; તે પછી આપણે શી રીતે કહી શકીએ કે પરિગ્રહ પાપનું મૂળ છે ? એ વિધાન શી રીતે માનીએ ? યથાર્થતાની ભૂમિકા પર એને સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે.
“ભગ ભયંકર છે–એ શી રીતે માનીએ ? મનુષ્યને જે સુખ મળે છે, તે બધું પાંચ ઇન્દ્રિયને ઉપભેગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્યારે અમુક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે માણસ સિદ્ધાંતને ભૂલી જાય છે અને પ્રત્યક્ષ પ્રાપ્ત થનાર ક્ષણિક સુખમાં વીંટળાઈ જાય છે. બીમાર માણસને ડોક્ટર સલાહ આપે છે મીઠાઈ ખાઓ નહિ; ઘી નહિ ખાવો. આ સલાહ તેને સારી લાગે છે અને તે વિચારે છે કે આવું કરવાથી જ સ્વાશ્યલાભ થઈ શકે છે. પરંતુ મીઠાઈ અને ઘી સામે આવે છે ત્યારે લાળ ટપકવા લાગે છે. તે સલાહને ભૂલી જાય છે અને તર્ક પ્રસ્તુત કરે
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org