________________
આ તરફના તટનું કે પેલી તરફના તટનું? કયારેક મન લલચાય છે કે પેલી તરફના તટ પર જાઉં અને એ જીવનને રસાસ્વાદ લઉં, પરતુ વર્તમાનને જોઈને મન પાછું પડે છે; મનમાં સન્દેડ પેદા થાય છે. એવા સન્દેહ પેદા થાય છે કે સાંભળ્યું છે કે પેલી તરફનું જીવન અત્યન્ત સુખદ છે; પરંતુ ખબર નથી કે તે ક્રેવુંક છે—તે એવું છે કે નહિ... લખનારે કેવળ કલ્પના તા નથી કરી ને! એણે માત્ર સ્વપ્નિલ ભાખતા જ તેા નથી લખી તે! એના લખાણમાં વાસ્તવિકતા છે કે નહિ? મનમાં અનેક પ્રકારના સંશયા પેદા થાય છે; અને પરિણામે સામેના કિનારા તરફ પગ માંડવાની બધી જ ભાવનાએ સૂઈ જાય છે—મરી જાય છે. આ સ્થિતિમાં અધ્યાત્મ માત્ર એક કલ્પના બની રહે છે; ધ એક દિવાસ્વપ્ન સમાન બની રહે છે; અને યથાર્થ રહે છે કેવળ ઇન્દ્રિયાનું જગત—મનનું જગત—પદાર્થનુ` જગત અથવા ભ્રમણાઓનું જગત. એવી માન્યતા બની જાય છે કે ત્યાગની સંપૂર્ણ ધારણા ફક્ત તે લેાકેાની સ્વપ્નિલ કલ્પના છે, જેમણે યથાને જાણ્યું નથી, ભેગવ્યું નથી; એમણે કલ્પનાની પાંખા પર ઉડ્ડયન કર્યું અને જેમ ઇચ્છા આવી તેમ લખી નાખ્યું,
ઉપરોક્ત સમસ્યા——ભૂતકાળમાંય રહી છે અને આજે પણ યથાવત્ છે. આ સમસ્યાને માનવી આજ સુધી ઉકેલી શકયો નથી. માનવી સાંભળે છે, જાણે છે—આ વિશ્વ પૌદ્ગલિક છે; પૌદ્ગલિક સુખ અનિત્ય છે—અસાર છે. મો મા તુ —ભાગ ભયંકર છે અને તેને વિપાક કડવા હાય છે’—એક તરફ આ ધારણા છે.
સાર' સારગલે ચના
ખીજી તરફ એથી વિપરીત ધારણા છે. વિદ્વાનાની સભામાં સમસ્યાપૂર્તિ માટે એક પદ્ય આપવામાં આવ્યું—f સારમ્ ?' વિદ્વાનેએ સમસ્યાપૂર્તિમાં અનેક શ્લેાકેા કહ્યા. દરેકના પોતપોતાની રીતના અભિપ્રાય હતા; પોતપોતાની રીતને દષ્ટિકાણુ હતા. મહાકવિ કાલિદાસે પણ પોતાના એક શ્લાક કહ્યો: અમારે લનુ સંસારે, સારું સારંગલોષના' આ અસાર સંસારમાં જો કાઈ સારભૂત તત્ત્વ-વસ્તુ—છે તેા તે છે—સ્ત્રી.’ સ્ત્રી શબ્દ સમસ્ત પૌદ્ગલિક વિશ્વનું પ્રતીક છે. સ્ત્રી વિના બધું જ
અસાર છે.
Jain Educationa International
૨૨
For Personal and Private Use Only
www.jainelibrary.org