________________
वा दसा किण दिन आवसी ?
બે તટેનું જીવન
તટ બે છે, એક નહિ. જે એક જ તટ હેત તે મનુષ્ય ડામાડોળ નહિ થાત. તટ બે છે–કિનારા બે છે. એટલે પસંદગીને પ્રશ્ન ઊઠે છે. ચિત્ત ડામાડોળ થાય છે.
જીવનના પણ બે તટ છે. એક આ તરફને તટ અને બીજે સામે પારને તટ. હવે પસંદગીની વાત આવે છે કે આ તરફનું જીવન જીવવામાં આવે કે પેલી તરફનું જીવન જીવવામાં આવે? મનમાં એક પ્રકારને સન્દહ પેદા થાય છે. મનુષ્ય વિમાસણમાં પડી જાય છે. નિર્ણય કરવો અત્યન્ત કઠિન છે કે કઈ તરફનું જીવન જીવવું? આ તરફને કિનારો અત્યન્ત સ્પષ્ટ છે; એમાં કઈ સદૈવ નથી; એ સંપૂર્ણ સ્પષ્ટ છે; એનું સ્પષ્ટ ચિત્ર બિલકુલ નજર સમક્ષ છે.
પિલી તરફને કિનારે અસ્પષ્ટ છેઝાંખે છે. એ બાબતમાં અનેક માન્યતાઓ છે—ધારણાઓ છે. પેલી તરફના કિનારામાં આધ્યાત્મિક સુખ છે. એ સુખ એવું છે, જે ભૌતિક પદાર્થોથી દૂર છે. તે સુખની
પત્તિમાં પદાર્થને કઈ ભાગ નથી કેાઈ હિસ્સો કે સહકાર નથી. એ છે પદાર્થાતીત સુખ. એની સમક્ષ વિશ્વનાં તમામ સુખો નગણ્ય છેતુચ્છ છે.
બીજી બાજુ જોઈએ તે આ તરફના કિનારાનું સુખ ખૂબ જ લેભામણું છે; તે ઇન્દ્રિયોને લલચાવે છે; મનને આકર્ષિત કરે છે. સમગ્ર ચેતના તેમાં ડૂબી જાય છે; એમ લાગે છે કે જે વિશ્વમાં કઈ સારભૂત તત્વ હોય તે તે આ જ છે; એનાથી અધિક સારભૂત તત્વ અન્ય કેઈ નથી.
એક તરફ પ્રત્યક્ષ અનુભવ છે; જ્યારે બીજી તરફ સોનેરી સપનું છે; એક તરફ બધું જ સાક્ષાત છે; જ્યારે બીજી તરફ માત્ર કલ્પના છે. કલ્પનાનું સુખ સારું હોય છે; પરંતુ જ્યારે યથાર્થના ધરાતલને સ્પર્શ થાય છે ત્યારે તેની વિસ્મૃતિ થઈ જાય છે. વળી જે પ્રત્યક્ષ હોય છે એના પ્રતિ મન આકર્ષાય છે.
આ બે તટ-કિનારાઓની સ્મૃતિ મનુષ્યને ડામાડોળ બનાવી દે છે. મનુષ્ય નિર્ણય નથી કરી શકતા કઈ તરફના તટનું જીવન જીવવું–
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org