________________
પ્રાણશક્તિની સાથે ભાવનાની યુતિ
આ બધે પ્રાણશક્તિને ચમત્કાર છે. બીમારી વખતે પ્રાણ શરીરની બહાર નીકળે છે. કેઈકવાર માણસ તીવ્ર ગુસ્સામાં હોય છે ત્યારે પણ પ્રાણશક્તિ બહાર નીકળે છે અને ખૂબ દૂર સુધી ચાલી જાય છે. તીવ્ર ક્રોધની સ્થિતિમાં જ્યારે માનવી કેઈને શાપ આપે છે ત્યારે પ્રાણશક્તિ વ્યક્તિના શરીરની બહાર નીકળે છે, અને જે વ્યક્તિ પર ક્રોધ આવ્યું છે ત્યાં જઈને કંઈક ને કંઈક અનિષ્ટ કરે છે. તેને એની ખબર જ નથી પડતી કે આ અનિષ્ટ કોણે કર્યું છે. ખબર કેવી રીતે પડે? કરનાર સ્થૂળ નથી. એ બને છે સૂક્ષ્મ દ્વારા. સમુદ્યાત છે. પ્રાણ વિસર્જનની પ્રક્રિયા, સંમેહનની પ્રક્રિયા, સમુદ્ધાતની પ્રક્રિયા અને ભાવનાની પ્રક્રિયા–આ બધામાં પ્રાણેને નિસર્ગ થાય છે. જેની ભાવના પરિપક્વ થઈ જાય છે, સિદ્ધ પુરુષ કે ભાવિતાત્મા થઈ જાય છે, તેનામાં અપૂર્વ સિદ્ધિઓ હોય છે તે અકલ્પિત ઘટનાઓ સર્જી શકે છે. તે ઈચ્છિત વસ્તુઓનું નિર્માણ કરી શકે છે, ભાવના દ્વારા પ્રાણની એટલી બધી ક્ષમતા વધી જાય છે કે તે સિદ્ધ પુરુષ બની જાય છે. ભાવિતામાં વ્યક્તિ જે પદાર્થ જગત પર પિતાને અધિકાર જમાવી લે છે, તેવો જ ચેતના જગત પર પણ અધિકાર મેળવી લે છે. તે ઈચછે તેવું રૂપાન્તરણું કરી શકે છે. ભાવનાને સાધવાની જરૂર છે. જ્યારે ભાવના સિદ્ધ થઈ જાય છે ત્યારે તેને બદલવાનું સરળ થઈ જાય છે. લોકવ્યવહારમાં આદતને બદલવી અસંભવ માનવામાં આવે છે. તેને આપણે અસંભવ ન માનીએ તાપણું અસંભવની લગભગ . તે છે જ. ગૃહસ્થની વાત છેડી દઉં છું. જે સાધુ સંન્યાસી છે, જે તપસ્વી અને એકાંતમાં સાધના કરનાર છે, જે દિવસભર સ્વાધ્યાયમાં રત રહેનાર છે, તે પણ આદતોનું રૂપાન્તરણ કરવામાં સક્ષમ નથી લેતા. તે એને અત્યન્ત મુશ્કેલ માને છે. હકીકતમાં એ છે પણ મુશ્કેલ, પરંતુ જે વ્યક્તિ ભાવનાના ચિરકાલીન પ્રવેશ કરે છે. પ્રાણશકિતને ભાવના સાથે જોડી દે છે, તે વ્યક્તિ જ્યારે છે ત્યારે આદતોમાં પરિવર્તન લાવી શકે છે. તેની સંકલ્પશકિત કે ભાવનાશકિત એટલી પ્રબળ થઈ જાય છે કે જ્યારે ઈચ્છા કરે, જે છે તે તરત જ બની જાય છે.
પિતાને માલિક પ્રભુ છે
પહેલો પ્રશ્ન આદતને બદલવાનું નથી. પહેલો પ્રશ્ન છે ભાવનાને જગાડવાન. ધાર જેટલી તેજ હશે, તેટલો જ તે ઊંડો ઘા કરશે. શસ્ત્રની
૨૬૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org