________________
ધાર જે તેજ હશે તો તે તેટલી જ તીવ્રતાથી કેઈપણ ચીજને કાપી શકશે. નહિ તો નહિ. જ્યારે આપણે પ્રાણશક્તિની ધાર તીવ્ર બનાવી લઈએ છીએ, ભાવનાની ધાર તેજ કરી લઈએ છીએ ત્યારે બદલવાની વાત સહજ પ્રાપ્ત થઈ જાય છે. ભાવનાની ધાર ત્યારે તેજ થઈ જાય છે જ્યારે ભાવનાને નિરંતર અભ્યાસ કરવામાં આવે છે. ભાવનાને શક્તિ મળે છે અવચેતન મન દ્વારા. આપણે ધ્યાન ધરવા બેસીએ છીએ, પ્રેક્ષાને અભ્યાસ કરીએ છીએ, ચિત્તને વિકપમુક્ત કરીએ છીએ, તો પ્રશ્ન થાય છે કે એનાથી શું થશે? એનાથી ઘણું બધું થશે. જેટલી શાંતિ, જેટલી સમાધિ, જેટલી નિર્વિકલ્પતા, જેટલું મૌન, જેટલી મનેગુપ્તિ, જેટલી વચનગુપ્તિ અને જેટલી કાયગુપ્તિ હશે, પ્રાણશક્તિ તેટલી જ પ્રબળ બનશે. ભાવનાનું બળ તેટલું જ વિકસિત થશે. ભાવનાની ધાર તીક્ષ્ણ હશે. પછી પ્રશ્ન થાય છે–એ શા માટે હશે? નિવિકલ્પતાની સ્થિતિથી જાગ્રત મસ્તિષ્ક સૂઈ જાય છે. અને સૂતેલું મસ્તિષ્ક જાગી જાય છે. જાગ્રત મસ્તિષ્કની શક્તિ ઓછી છે, તે એક સેવક સમાન છે. તે માલિક નથી. માલિક કોઈ ભીતર બેઠા છે જેની પાસે બધી ચાવીઓ છે. તે આખા ભંડાર પર અધિકાર કરી બેઠો છે, તેની પાસે તે સર્વ કાંઈ છે જે પ્રાપ્તવ્ય છે. માલિક ખૂબ ભીતર બેઠો છે. નિરંતર પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, નિરંતર ક્રિયાશીલ રહેનાર પુરુષ, આ વાણીને, આ મસ્તિષ્કને અને આ શરીરને સદા ચલાવનાર મનુષ્ય કદી માલિક સુધી પહોંચી નથી શકતો. તેની પહોંચ ફક્ત બાહ્ય મસ્તિષ્ક સુધી જ હોય છે. તે નેકર સુધી જ હોય છે. આવી સ્થિતિમાં મોટી વાત કેવી રીતે બનશે ? મોટી વાત અને મોટી ઘટના બનવા માટે જરૂર છે માલિક પાસે પહોંચી જવાની. પિતાના પ્રભુ પાસે પહોંચી જવાની. અધિકારી પાસે પહોંચી જવાની, તેની પાસે પહોંચીને માનવી કહે છે કે મારે હવે આ નેકર પાસેથી કામ નથી લેવું, આપના શરણમાં રહેવું છે. આપની પાસેથી કામ લેવું છે. આપની પાસે અટૂટ ભંડારની જે ચાવીઓ છે તેને પ્રાપ્ત કરીને અમાપ ખજાનાને પ્રાપ્ત કરેલો છે.
આપ વિજ્ઞાનનો ઈતિહાસ વાંચે. મોટા મોટા વૈજ્ઞાનિકે એ બતાવ્યું છે કે જ્યારે અમે સમાધિની સ્થિતિમાં હતા, અર્ધનિદ્રા જેવી સ્થિતિમાં હતા ત્યારે તે પરમ સત્યનું અવતરણ થયું. અમને તે સિદ્ધાંત જ્ઞાત થયો જે આજ સુધી અજ્ઞાત હતો. આ મેટી ઉપલબ્ધિ અચાનક થઈ. અમે ધન્ય થઈ ગયા. અમારો શ્રમ ફળ્યો.
૨૬૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org