________________
જઈ શકે છે, બીજામાં પ્રવેશ કરી શકે છે અને આશ્ચર્યકારક ઘટના કરી શકે છે.
ભાવનાને પ્રયોગ પણ પ્રાણ સાથે સંબંધિત છે. યોગનિદ્રા, સમ્મોહન અને કાર્યોત્સર્ગ–આ બધા પ્રાણ સાથે સંબદ્ધ છે. બધા પ્રાણને ચમત્કાર છે, તેજસ શરીરના ચમત્કાર છે. ત્યાંથી તેજનાં કિરણો કુટે છે, નીકળે છે, ફેલાય છે અને વિવિધ પ્રકારની ઘટનાઓ બનતી
જૈન દર્શનની ભાષામાં એને “સમુદ્યાત'ની પ્રક્રિયા કહેવામાં આવી છે. તે માત્ર સાધના દ્વારા જ નથી થતી, અન્ય પરિસ્થિતિઓમાં પણ થાય છે. વ્યક્તિ ખૂબ બીમાર છે, ખૂબ કષ્ટ ભોગવી રહી છે, આખું શરીર તરફડી રહ્યું હોય, અકળાઈ રહ્યું હોય, એ સ્થિતિમાં પણ પ્રાણુ શરીરમાંથી બહાર નીકળે છે.
હું ઓપરેશન જોઈ રહ્યો હતો
આજના પ્રોજેકશનને આ જ સિદ્ધાંત છે. સૂક્ષ્મ શરીરનું વિશ્લેષણ આજના અધ્યયનને વિષય છે. પરા-મનોવિજ્ઞાનના અધ્યેતા એને ઊંડાણથી જોઈ રહ્યા છે. મેં એક પુસ્તક વાંચ્યું–જેકશન ઑફ એન્ટ્રલ બેડી. એમાં એટલી વિચિત્ર ઘટનાઓ છે, જેને વાંચીને માણસ આશ્ચર્યચકિત રહી જાય છે. એક મેજર ઓપરેશન થઈ રહ્યું છે. રોગી ટેબલ પર બેહોશ સૂઈ રહ્યો છે. ડૉક્ટર પોતાનું કામ કરી રહ્યા છે. રોગીનું પ્રાણશરીર નીકળે છે. અને આકાશમાં અધર તરવા લાગે છે. ઓપરેશન કરતા કરતા ડોકટર ભૂલ કરે છે તરત જ એક ધીમો અવાજ આવે છે– ડોક્ટર! તમે ભૂલ કરી રહ્યા છે. ડોકટર સાંભળે છે અને અવાક્ થઈ જાય છે. તે આસપાસ જુએ છે, કેઈ બેલતું નથી. તે છે, તેમને સહયોગી ડેકટર છે, નર્સ છે. બીજો કોઈ માણસ નથી. કેણે કહ્યું – ડોકટર! તમે ભૂલ કરી રહ્યા છે. ખૂબ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પિતાની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો તેમને લાગ્યું કે ખરેખર તે ભૂલ કરી રહ્યા છે. પોતાની ભૂલ સુધારી. ઓપરેશન પૂરું થયું. રોગીને ભાન આવ્યું. રોગી બે : ડોક્ટર! તમે ઓપરેશન કરી રહ્યા હતા. હું ઉપરથી બધું જ જોઈ રહ્યો હતો. એકવાર મેં તમને ટોક્યા. તમે ભૂલ સુધારી લીધી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org