________________
આચરણ કર્યું છે, તેનું જ આ પરિણામ સામે આવી રહ્યું છે. સંપૂર્ણ દૃષ્ટિ પોતાની સીમામાં ચાલી જશે. ભાવનાગ એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે– પરિવર્તનની, દષ્ટિ બદલવાની.
પ્રશ્ન થાય છે, શું એક વાત વારંવાર ઉચ્ચારવાથી તે સંસ્કાર ધોવાઈ જાય છે. નાઝીઓનું આ પ્રસિદ્ધ સૂત્ર હતું કે એ એક જૂઠાણાને હજારવાર દોહરાવવાથી સાચું બની જશે. હજાર વખત પુનરુચ્ચારણ કરવાથી એક અસત્ય સત્ય બની જાય છે. તો શું હજાર–લાખવાર પુનઃઉચ્ચારણ કરવાથી સત્ય સત્ય નહિ બનશે? આવૃત્તિનું પણ પોતાનું મહત્વ છે. આજે વિજ્ઞાનને વિદ્યાર્થી જાણે છે કે સૂકમ તથ્યને પકડવા માટે આવૃત્તિ પર જ ધ્યાન આપવાનું હોય છે. કઈ કઈ ફ્રિકવન્સીમાં શું શું પકડી શકાય છે તે જાણે છે.
મંત્ર સિવિદ કેવી રીતે?
સમગ્ર આકાશ સ્વનિઓના પ્રકંપનોથી ભરેલું છે. પરંતુ આપણા કાન કે અન્ય યંત્રો બધા વિનિઓને પકડી નથી શકતા. બધા અમુક અમુક ધ્વનિ-પ્રકંપનેને જ પકડી શકે છે. આ પણ આવૃત્તિના સિદ્ધાંત પર જ ફલિત થાય છે. તરંગોની દીર્ઘતા અને તરંગની હસ્વતા, લાંબા તરંગો અને ટૂંકા તરંગો, વેવલેંગ્યને પકડવી અને આવૃત્તિઓને પકડવી– આ બંને તથ્યોની જ્યારે ખબર પડે છે ત્યારે ભાવનાનું મૂલ્ય આપમેળે સમજાઈ જાય છે. આપણે ભાવનાની કેટલી આવૃત્તિ કરીએ છીએ, ક્યા તરંગની લંબાઈ-પહેળાઈની સાથે કરીએ છીએ, તેટલી જ આપણું સંસ્કારોની ધોલાઈ થતી જાય છે. મંત્ર વિજ્ઞાનનો આ જ સિદ્ધાંત છે.
જે મંત્રનો પ્રયોગ કરનાર એ નથી જાણતા કે ક્યા મંત્રનું કઈ આવૃત્તિમાં ઉચ્ચારણ થવું જોઈએ, કેટલા તરંગ સાથે થવું જોઈએ, તે મંત્ર ખૂબ ઈષ્ટકારક નથી હોતો. તે લાભદાયી નથી હોતા. મંત્રને દેવતા હોય છે. મંત્રને છંદ હોય છે અને મંત્રને વિનિયોજક હોય છે. તેના વિનિયોગમાં તે બધી વાત આવે છે. અનુભવી મંત્ર સાધક પિતાના શિષ્યને બતાવે છે–મંત્રનું ઉચ્ચારણ કયા લયમાં કરવું જોઈએ? કેટલી વાર કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? જ્યાં સુધી મંત્ર-સાધક ઉચ્ચારણના હસ્વ-દીધી, લુત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે ભેદ-પ્રભેદને પૂર્ણપણે જાણી નથી લેતો ત્યાં સુધી મંત્રનો જપ ઇષ્ટ પરિણામદાયક નથી બનતો.
૨૬૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org