________________
અને ખુદ્ધિની સીમા સમાપ્ત થઈ જાય છે, ત્યાં તે જે ઉપલબ્ધ થાય છે તે છે વાસ્તવિક સુખ, આનંદ.
અજ્ઞાત ચેતનાનું દ્વાર ખૂલે
સદેહ થઈ શકે છે કે એવું કાઈ જગત છે જે ઇન્દ્રિયાતીત, મનાતીત અને બુદ્ધિથી અતીત હોય ? ખૂબ સ્વાભાવિક સ ંદેહ છે. આ સ્વાભાવિક એટલા માટે છે કે માનવી ઇન્દ્રિય, મન અને બુદ્ધિની સીમામાં જ પેાતાનું જીવન-યાપન કરે છે. તે એનેા ઉપયોગ કરે છે. એનાથી ખીજી કેાઈ દુનિયા છે, એનાથી દૂર કાર્ય અસ્તિત્વ છે, એનું એને જ્ઞાન જ નથી.
આપણે એ જાણવું જોઈએ કે માનવીને જેટલી મેાટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ તે બધી જ્ઞાત ચેતનાથી નહિ, અજ્ઞાત ચેતનાથી થઈ છે. જ્યાં સુધી જ્ઞાતને! ઝરૂખા ખુલ્લા રહે છે ત્યાં સુધી તેમાંથી કાઈ મેાટી વાત સામે નથી આવી શકતી. તે ઝરૂખામાંથી હવા આવી શકે છે. નાનાં મેટાં પંખી આવી શકે છે. ચકલી આવી શકે છે, કાગડા કે ખાજ આવી શકે છે. પરંતુ હાથી કદી આવી શકતા નથી. તેવી જ રીતે જ્ઞાત ચેતનાના ઝરૂખામાંથી સૂક્ષ્મ સત્યનુ અવતરણ નથી થઈ શકતું. જે ક્ષણે અજ્ઞાત ચેતનાનું દ્વાર ખુલે છે, જ્યારે આપણે જ્ઞાતથી અજ્ઞાત તરફ પ્રસ્થાન કરીએ છીએ ત્યારે આપણને એ ભાન થાય છે કે આપણું આ જાગ્રત મસ્તિષ્ક આપણા જ્ઞાનની ખૂબ નાની સીમા છે. આપણું સુપ્ત મસ્તિષ્ક ખૂબ મોટી સીમા છે. તે નાના અક્ષય ભંડાર છે, જે દિવસે આપણી અન્તર્દિષ્ટ જાગે છે. ઈન્સ્યૂશન પાવર જાગ્રત થાય છે ત્યારે માનવી અનુભવે છે કે જેને તે વિરાટ જગત માની રહ્યો હતા તે તે વિશાળ સાગરનું માત્ર એક બિન્દુ છે. સમ્યગ્દષ્ટ જાગવાથી સુખદુ:ખની કલ્પના બદલાઈ જાય છે.
પ્રશ્ન છે, આંતરિક ચેતનાનું જાગરણ, અજ્ઞાત મસ્તિષ્કનું જાગરણ કેવી રીતે સાઁભવ થઈ શકે છે? આ દૃષ્ટ સુખથી દૂર પણ ખીજું એક સુખ છે, એ કેવી રીતે અનુભવાય છે? એ કેવી રીતે સ’ભવ થઈ શકે છે કે કષ્ટતે શાંત ચિત્તથી સહન કરી શકે? એ કેવી રીતે સાઁભવ હાઈ શકે છે કે સુખની ઘટના બનવાથી ત્રીજી વ્યક્તિને વચ્ચે ન લાવીએ. નિમિત્તને સામે ન લાવીએ અને ઉપાદાન સુધી જ રહી જઈએ ?
Jain Educationa International
૨૬૨
For Personal and Private Use Only
www.jainelibrary.org