________________
તેની બીજી વિશેષતા એ છે કે તે પ્રત્યેક કષ્ટને સમતા-ભાવથી સહન કરે છે. કચ્છમાં તે પિતાનું સંતુલન ગુમાવતા નથી.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કષ્ટ આવે છે. કષ્ટ સહન કરવાનાં હોય છે. એનાથી કોઈ બચી નથી શકતું. ભલે માણસ બીજાઓને ગમે તેટલો દોષ દે, ગાળા દે, કંઈ પણ કરે, કષ્ટ તો તેણે ભોગવવું જ પડે છે. કેટલીક વ્યક્તિ રડતાં રડતાં, વિલાપ કરતાં, કષ્ટ ભોગવે છે. તેમની સ્થિતિ ખૂબ દયનીય બની જાય છે. તે અસમ્યગદષ્ટિ છે. જે સમ્યગદષ્ટિ હોય છે, ધામિક હેાય છે, તે કષ્ટ આવે ત્યારે તેને શાંતભાવે સહન કરે છે. તે પોતાની સમતા ગુમાવતા નથી. રડવાની વાત તો દૂર, તે માંથી ઉફ સુદ્ધાં ઉચ્ચારતા નથી. તે પિતાના ભેદ વિજ્ઞાન દ્વારા કષ્ટને અકષ્ટમાં બદલી નાખે છે. બીજાને ખબર નથી પડતી કે તે કષ્ટમાં છે, કષ્ટ ભોગવી રહી છે. કષ્ટને સહન કરવાની પ્રક્રિયા અને કચ્છને અનુભવની પ્રક્રિયા વચ્ચે ઘણું મોટું અંતર છે.
સુખના ત્રણ પ્રકાર
ત્રીજી વિશેષતા આ છે : અજ્ઞાની કે અધાર્મિક મનુષ્યની સામે સુખ અને દુઃખ એ બે જ હોય છે. શરીરનું સુખદુઃખ અને મનનું સુખદુઃખ. બસ આ જ સીમા છે. એનાથી આગળ કેઈ સુખ નથી હોતું. કઈ દુઃખ નથી હોતું. ધાર્મિક મનુષ્ય સમક્ષ ત્રીજા પ્રકારનું સુખ વળી હોય છે તે છે–આમિક સુખ. શારીરિક અને માનસિક સુખ સિવાય પણ એક બીજું સુખ છે, તે છે, અનુભવનું સુખ, ચૈતન્યનું સુખ, આત્માનું સુખ. અજ્ઞાની મનુષ્યને આ સુખની કલ્પના પણ નથી આવી શક્તી. તે એક સીમાબદ્ધ સુખનો અનુભવ કરે છે. જીભને સ્વાદ આવ્યો. મેટું સુખ મળી ગયું. પ્રિય શબ્દો સાંભળ્યા, સંગીત સાંભળ્યું, મેટું સુખ મળ્યું. સારી ગંધ આવી, મન આનંદથી ભરાઈ ગયું, મોટું સુખ મળ્યું. આખો વડે સુંદર રૂપ જોયું, મોટું સુખ મળ્યું. આંખે તૃપ્ત થઈ ગઈ. કોમળ સ્પર્શ મળે, સુખની ચેતના જાગી ગઈ. પ્રશંસા મળી સન્માન મળ્યું, મોટી તૃપ્તિ મળી ગઈ. તેનાં બધાં સુખની કલ્પની ઇન્દ્રિયવિષયમાં સમાઈ જાય છે. ઈન્દ્રિય વિષયો સિવાય પણ સુખ અને આનંદ છે, તે વિચારી જ નથી શકતા. ધાર્મિક વ્યક્તિ સમક્ષ સુખ તે હોય છે, જે ઇન્દ્રિયો વડે નથી મળતું, ચિંતન અને કલ્પનાથી નથી મળતું. જે સુખ ઈન્દ્રિયોથી પર, મન અને બુદ્ધિથી પર હોય છે જ્યાં ઇન્દ્રિય, મન
૨૬૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org