________________
અને તે બધા પ્રત્યે તેના મનમાં ઘણું અને દ્વેષને ભાવ જાગે છે. ત્યાં ત્રણ થઈ જાય છે–દુઃખ, દુઃખ પ્રાપ્ત કરનાર અને દુઃખ આપનાર.
બધી જવાબદારી આપણું છે
જે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે, જેની દષ્ટિ ધર્મ પર ટકેલી હોય છે, તેની સામે ત્રીજુ કાઈપણ નથી હોતું. તેની સામે માત્ર બે જ હેાય છે–સુખ કે દુઃખ. ત્યાં સુખદુઃખ આપનાર કોઈ ત્રીજું નથી હોતું. પિતાના સિવાય કોઈ સુખ દેનાર નથી અને ન કોઈ દુઃખ આપનાર. આ ઘણું મોટી ઉપલબ્ધિ છે. અહીં માત્ર બચે છે–પિતાનું આચરણ. બધું ધ્યાન પોતાના આચરણ પર કેન્દ્રિત થાય છે, પોતાના વ્યવહાર પર અને પિતાની ક્રિયા પર. તેને આચરણના પરિમાર્જનનો અવસર મળે છે. તેને વ્યવહારના શોધન અને ક્રિયાના પરિષ્કારને અવસર મળે છે. આ અવસર ધર્મમાં વિશ્વાસ ન કરનારને કદી મળતો નથી. તે પિતાના . આચરણ અને પોતાની ક્રિયાને કયા આધારે પરિસ્કૃત કરે ? તે વિચારતો જ નથી કે આ પરિણામ મારી પિતાની જ પ્રવૃત્તિનું છે. તે બધું જ બીજા સાથે જોડીને છુટી મેળવી લે છે અને પોતાને બચાવી લે છે. પિતાની જાતને બચાવી લેવાને આ સુંદર ઉપાય છે. ખૂબ અજ્ઞાનપૂર્ણ ઉપાય છે. બીજો સામે આવી ગયો, પોતે બચી ગયા. સસલું પણ આવું જ કરે છે. તે પિતાના લાંબા કાનોથી આંખને ઢાંકીને વિચારે છે–હવે મને કંઈ જોઈ શકતું નથી. હું સલામત છું. આ વિચારીને તે પિતાની જાતને છુપાયેલી અનુભવે છે. મને લાગે છે, જેની દષ્ટિ સમ્યફ નથી હોતી તે પણ બીજની ઓટમાં પિતાની જાતને છુપાવી દે છે. તે બધે જ આરોપ બીજા પર આરેપિત કરી દે છે.
ધાર્મિક મનુષ્ય એવું નથી કરતો. તે બધી જ જવાબદારી પિતાના પર ઓઢી લે છે, બીજા કેઈને જવાબદાર નથી લખતો. બધાં પરિણામોની જવાબદારી તે પિતાના પર લઈ લે છે, બીજાને એને ભાગી નથી બનાવતા. તે વિચારે છે–કક્યાંક મારાથી ભૂલ કે ત્રુટિ થઈ છે. તેનું આ પરિણામ છે. જ્યારે વ્યક્તિ પિતે પિતાની જવાબદારીનો અનુભવ કરવા. લાગે છે ત્યારે દિશા બદલાઈ જાય છે, પ્રકૃતિ બદલાઈ જાય છે અને આચારને એક નવો આધાર મળી જાય છે. પિતાની જવાબદારીને અનુભવ કરવો એ ખૂબ મોટી વિશેષતા છે. એમાં કોઈ ત્રીજે વચમાં નથી આવતો. આ છે ધાર્મિક વ્યક્તિની વિશેષતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org