________________
નહિ મળશે કેમ કે અપરાધ અત્યંત ઘોર છે. તેઓ ક્ષમા માંગતા માંગતા મરી પણ જાય. ખમતખામણને વાસ્તવિક અર્થ
ખમતખામણું આરાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. તેનું તાત્પર્ય એ છે કે કેઈપણ વ્યકિત પ્રત્યે તમારા મનમાં અસહિષ્ણુતાનો ભાવ આવી જાય, કલુષિતાને ભાવ જાગી જાય, તેને જ્ઞાત હોય કે ન હોય, તે જાણે કે ન જાણે, પરંતુ તમે પિતાના તરફથી ક્ષમા માંગી લે, સહન કરી લે. પિતાની મૈત્રી ગુમાવે નહિ. તેને શત્રુ માન નહિ. આ મહાન વ્યક્તિત્વની મહાન પ્રક્રિયા છે. તે એટલી વિરાટ વ્યક્તિ બની જાય છે કે તેની સામે પછી શત્રુ જેવી બીજી કોઈ વ્યકિત નથી રહેતી. ભગવાન મહાવીરને જુઓ. બીજ સાધકને જુઓ. તે બધા પિતાની સાધના દ્વારા જ મહાન બન્યા હતા. પરંતુ કેટલાક ગૃહસ્થો પણ એટલા મહાન હોય છે કે તેમના પ્રસંગ જોઈને વાંચીને આશ્ચર્યચકિત થઈ જવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન એવી જ વ્યક્તિઓની ટિમાં હતા. તેમનામાં મૈત્રીનું બીજ એટલું વિકસિત થઈ ચૂકયું હતું કે તેની કલ્પના પણ નથી કરી શકાતી. કોઈપણ વ્યક્તિ રસ્તામાં મળે, અભિવાદન કરે તો સ્વયં લિંકન પોતાનો ટોપ ઉતારીને અભિવાદન કરતા. લેકે કહેતા, આપ રાષ્ટ્રપતિ છે, આપશ્રીએ પિતાના પદના ગૌરવનું ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય માણસનું અભિવાદન આપ ટોપ ઉતારીને કરે છે, એ શોભા નથી આપતું. લિંકન કહેતા : શિષ્ટતાના ક્ષેત્રમાં હું કેઈથી પાછળ રહેવા નથી ઈચ્છતે. શિષ્ટતા આપણો ધર્મ છે. શત્રની સમાપ્તિ કેવી રીતે?
એકવાર કેટલાક લેકેએ લિંકનને કહ્યુંઃ આપના હાથમાં સંપૂર્ણ સત્તા છે. આપ તેને ઉપયોગ પિતાના શત્રુઓને સમાપ્ત કરવામાં શા માટે નથી કરતા? પિતાના વિરોધીઓને સમાપ્ત કરવાને આ સુવર્ણઅવસર છે. આપ તેમને કચડી કેમ નથી નાખતા ? રાજનીતિ કહે છે કે તે જ સમજદાર નેતા હોય છે જે વિરોધીઓના અસ્તિત્વને ઊખેડીને ફેંકી દે. આપ એવું ન કરીને એક ભયંકર ભૂલ કરી રહ્યા છે. આ ભૂલનું ભયંકર પરિણામ ભોગવવું પડશે. લિંકને કહ્યું કે જે આપ કહે છે તે જ હું કરી રહ્યો છું. હું પોતાના શત્રુઓને મારી રહ્યો છું. વિરોધીઓને સમાપ્ત કરી રહ્યો છું. આપ ચકિત ન થતા. જેટલા
૨૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org