________________
મારા શત્રુ છે તે બધાને હું મારા મિત્ર બનાવી રહ્યો છું. તેમની સાથે શિષ્ટ વ્યવહાર કરીને તેની શત્રુતાને જોઈ રહ્યો છું. ઘેડા સમય પછી તે બધા મારા મિત્ર બની જશે. શું આ શત્રુઓ, વિરોધીઓને સમાપ્ત
કરવું નથી ?
આટલી વિરાટ ચેતના, આટલી વિરાટ કલ્પના જ્યારે કઈ ગૃહસ્થમાં જાગે છે ત્યારે પ્રતીત થાય છે કે ચેતનાનો વિકાસ ક્યાંય પ્રતિબદ્ધ નથી. જ્યારે તે ચેતના જાગે છે ત્યારે એક અકલ્પિત અવસ્થાની સ્થિતિ ઉપલબ્ધ થઈ જાય છે. ઇકેલેજી : અહિંસા જગતને વિકાસ
આરાધનાનું કેટલું મહત્વપૂર્ણ સૂત્ર છે—મૈત્રીને વિકાસ. મૈત્રીના વિકાસ માટે શક્તિનો વિકાસ અને શક્તિના વિકાસ માટે સહિષ્ણુતાને વિકાસ, નિર્મળતાને વિકાસ-જ્યારે આ બધા વિકાસ આપણું ચેતનામાં ઘટિત થાય છે ત્યારે દષ્ટિનું રૂપાન્તરણ થાય છે. આપણે ત્યારે ખરેખર ધકેલેજીના સિદ્ધાંતની પરિધિમાં આવી જઈએ છીએ. આ આજની નવી શાખા છે. પરંતુ આ શાખાને વિકાસ જેટલો અહિંસાના જગતમાં થયો છે, આજે તો તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે ખૂબ જ ઘેડા અંશમાં. પરસ્પરાવલંબન, સહયોગ અને પરસ્પર નિર્ભરતા–આ બધા પ્રકૃતિના કણકણથી જોડાયેલા છે. આ બધા અહિંસાના સિદ્ધાંતમાં ખૂબ વિકસિત થયા છે. ઉદાસ ચેતનાની પરિણતિ
જયાચાયે આ બધી ધારણાને ખૂબ સરળ શબ્દોમાં સુંદર અભિવ્યક્તિ આપી છે. જ્યારે સાધક પિતાની ઉદાત્ત ચેતનાની ભૂમિકા પર આરોહણ કરીને બેસે છે તો તે આ જ ભાવનાની અભિવ્યક્તિથી શરૂ કરે છે. દુનિયામાં જેટલા જીવ છે, તેમના પ્રત્યે જાયે-અજાણે મેં આ જન્મમાં કે ગયા જન્મમાં કેઈ અપરાધ કર્યો હોય, કેઈનું અતિક્રમણ કર્યું હોય તે હું બધાનું પ્રાયશ્ચિત્ત કરું છું, સહન કરું છું બધી નબળાઈઓને, અને તેમનાથી ક્ષમાયાચના કરું છું. જ્યારે આ સ્વર અંતર આત્માની ભૂમિકામાં મુખર થાય છે ત્યારે આવી વર્ષા વરસે છે જેનાથી બધે મેલ ધોવાઈ જાય છે. આપણું ચેતનાનું આકાશ પણ નિર્મળ અને ચમક્તા તારાઓથી યુક્ત થઈને દિગ દિગન્તને આલેક્તિ કરે છે.
૨૫૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org